ન્યૂઝીલેન્ડ હુમલાના 'Hero'ને મરણોપરાંત નેશનલ એવોર્ડ આપશે પાકિસ્તાન

પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને નઈમને એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો

News18 Gujarati
Updated: March 17, 2019, 6:05 PM IST
ન્યૂઝીલેન્ડ હુમલાના 'Hero'ને મરણોપરાંત નેશનલ એવોર્ડ આપશે પાકિસ્તાન
પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને નઈમને એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો
News18 Gujarati
Updated: March 17, 2019, 6:05 PM IST
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ સ્થિત મસ્જિદોમાં થયેલી ગોળીબારીથી દુનિયાભરમાં રોષ છે, ત્યારે આ દુખદ ઘટના વચ્ચે પાકિસ્તાન સરકારે મસ્જિદમાં હુમલાખોર સામે બહાદુરી બતાવનાર પોતાના દેશના એક નાગરીકને મરણોપરાંત નેશનલ એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.

મૂળ રૂપથી એબટાબાદનો રહેવાસી અને વ્યવસાયે પ્રોફેસર નઈમ રાશિદ અલ નૂર મસ્જિદમાં હુમલાખોર સામે બહાદુરી બતાવી હતી, જે દરમ્યાન તેને ગોળી મારી દેવામાં આવી હતી. ગત શુક્રવારની આ ઘટનામાં અત્યાર સુધીમાં 50 લોકોના મોત થયા છે.

પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને નઈમને એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. ઈમરાને રવિવારે ટ્વીટ કર્યું કે, ક્રાઈસ્ટચર્ચમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાની પીડિત પરિવાર સાથે અમે ઉભા છીએ. પાકિસ્તાનને મિયાં નઈમ રાશિદ પર ગર્વ છે, જે આતંકવાદીને કાબુ કરવા તેની સાથે ભીડાઈ ગયો, પરંતુ તેણે બહાદુરી પૂર્વકની લડાઈમાં જીવ ગુમાવવો પડ્યો. તેના સાહસને સન્માનિત કરતા રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવશે.


Loading...મૃતકોમાં રાશિદનો 22 વર્ષીય દીકરો તલ્હા નઈમ પણ સામેલ છે, જેણે સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઘાયલ નઈમનું શનીવારે હોસ્પિટલમાં મોત થયું છે. આ બાજુ બાકિસ્તાન વિદેશ કાર્યાલયે રવિવારે 9 પાકિસ્તાની નાગરીકોના મોતની પુષ્ટી કરી છે.

ઉલ્લેખનીય છે કે, 28 વર્ષના બંદૂકધારી હુમલાખોર બ્રેંટેન ટેરેંટે ઘટના સ્થળની લાઈવ સ્ટ્રીમિંગ કરી હતી. આ ઘટનાએ ન્યૂઝીલેન્ડને પણ આશ્ચર્યમાં મુકી દીધુ. કારણ કે, ન્યુઝીલેન્ડને વિશ્વના દેશોમાં શાંતી માટે ઓળખવામાં આવે છે.
First published: March 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...