પકડાયેલા આતંકીની ઓળખ પીઓકેના જિલ્લા કોટલીના સબ્જકોટ ગામના રહેવાસી તબરાક હુસૈનના રૂપમાં થઇ છે
Pakistan Terrorist - એક પાકિસ્તાની આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો છે, પકડાયેલા આતંકીની ઓળખ પીઓકેના જિલ્લા કોટલીના સબ્જકોટ ગામના રહેવાસી તબરાક હુસૈનના રૂપમાં થઇ
શ્રીનગર : ભારતીય સેનાએ (Indian Army)છેલ્લા 48 કલાકમાં જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસી પર ઘુસણખોરીના બે પ્રયત્નોને નિષ્ફળ બનાવી દીધા છે. આ દરમિયાન એક પાકિસ્તાની આતંકવાદીને (pakistan terrorist)જીવતો પકડવામાં આવ્યો છે. જ્યારે વિસ્ફોટમાં બે ના મોત થયા છે.
નૌશેરાના ઝંગર સેક્ટરમાં રહેલા જવાનોએ એલઓસી પર 2 થી 3 આતંકવાદીઓની ગતિવિધિ જોઇ હતી. જેમાં એક આતંકી ભારતીય ચોકીની નજીક આવ્યો અને ફેન્શિંગ કાપવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે જવાનોએ તેના પર ફાયરિંગ કરી તો તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ગોળી વાગવાથી એક આતંકી ઇજાગ્રસ્ત થયો હતો અને તેને પકડી લેવામાં આવ્યો હતો. બીજા બે આતંકી જંગલના ઓથમાં ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત આતંકીને જવાનોએ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
#WATCH via ANI Multimedia | Tabarak Hussain, a fidayeen suicide attacker from PoK, captured by the Indian Army on 21 Aug at LOC in Jhangar sector of Naushera, Rajouri, says he was tasked by Pak Army's Col. Yunus to attack Indian Army for around Rs 30,000https://t.co/TIf0lmK744
આતંકીઓ પાસેથી લાશ પાસે એકે 56 રાઇફલ, 3 મેગેઝીન અને મોટી માત્રામાં ગોળા બારૂદ અને યુદ્ધ જેવા સામાન મળી આવ્યા છે
પકડાયેલા આતંકીની ઓળખ પીઓકેના જિલ્લા કોટલીના સબ્જકોટ ગામના રહેવાસી તબરાક હુસૈનના રૂપમાં થઇ છે. આતંકીએ ભારતીય સેનાની પોસ્ટ પર હુમલો કરવાની યોજના વિશે કબુલાત કરી છે.
આતંકીએ કર્યા આવા ખુલાસા
આતંકી તબરાક હુસૈને કહ્યું કે પાકિસ્તાની સેનાના યુનુસ ચૌધરી નામના અધિકારીએ 20-25 હજાર રૂપિયા આપીને મોકલ્યો હતો. અન્ય આતંકીઓ સાથે મળીને તેણે 2-3 ભારતીય સેનાની પોસ્ટની રેકી કરી હતી જેથી તેને નિશાન બનાવી શકાય. પાકિસ્તાની સેનાના અધિકારીએ 21 ઓગસ્ટ 2022ના રોજ ભારતીય ચોકીને નિશાન બનાવવાનો આદેશ આપ્યો હતો.
આતંકી તબરાક હુસૈનને ભારતીય સેનાએ 2016માં પણ તેના ભાઇ હારુન અલી સાથે પકડ્યો હતો. જોકે માનવીય આધારે નવેમ્બર 2017માં તેને પરત મોકલી દીધો હતો. આ પછી બીજા ઓપરેશનમાં પણ તે ભારતીય સેના દ્વારા પકડવામાં આવ્યો હતો.
ઘણા હથિયાર મળી આવ્યા
23 ઓગસ્ટે જ્યારે ભારતીય સેનાએ સર્ચ અભિયાન ચલાવ્યું તો જવોનાને વિસ્તારમાંથી બે મૃત આતંકીઓની લાશ મળી આવી હતી. લાશ પાસે એકે 56 રાઇફલ, 3 મેગેઝીન અને મોટી માત્રામાં ગોળા બારૂદ અને યુદ્ધ જેવા સામાન મળી આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર