પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે અમેરિકાની રાષ્ટ્રપતિ જો બાઈડનની તે ટિપ્પણીને ફગાવી દીધી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે અમેરિકાની રાષ્ટ્રપતિ જો બાઈડનની તે ટિપ્પણીને ફગાવી દીધી છે, જે તેમણે પાકિસ્તાનના પરમાણું હથિયારોની સુરક્ષાને લઈને કરી હતી. વડાપ્રધાન શહબાજ શરીફે જો બાઈડનના નિવેદનને તથ્યાત્મક રૂપથી ખોટું અને ભ્રામક ગણાવ્યું છે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે અમેરિકાની રાષ્ટ્રપતિ જો બાઈડનની તે ટિપ્પણીને ફગાવી દીધી છે, જે તેમણે પાકિસ્તાનના પરમાણું હથિયારોની સુરક્ષાને લઈને કરી હતી. વડાપ્રધાન શહબાજ શરીફે જો બાઈડનના નિવેદનને તથ્યાત્મક રૂપથી ખોટું અને ભ્રામક ગણાવ્યું છે.
વડાપ્રધાન કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા દશકામાં પાકિસ્તાન સૌથી જવાબદાર પરમાણુ દેશ સાબિત થયો છે, તેના પરમાણુ કાર્યક્રમને ટેકનિકલ રૂપથી સુરક્ષિત અને સંપૂર્ણ રીતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રણાલીથી ચલાવવામાં આવે છે. વડાપ્રધાન શહબાજ શરીફે કહ્યું કે પાકિસ્તાને પરમાણુ હથિયારોને લઈને જવાબદાર નેતૃત્વનું પણ સતત પ્રદર્શન કર્યું છે. જે સુરક્ષા અને IAEA સહિત વૈશ્વિક માપદંડો પર ખરું ઉતર્યું છે.
બાઈડનની ટિપ્પણી પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા વડાપ્રધાન શહબાજ શરીફે નિવેદનને તથ્યાત્મક રૂપથી ખોટું અને ભ્રામક ગણાવ્યું છે. વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ કહ્યું કે તે પાકિસ્તાનના પરમાણું હથિયારો પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની ટિપ્પણીથી હેરાન છે. બાઈડનની આ ટિપ્પણી પછી પાકિસ્તાને ઈસ્લામાબાદમાં અમેરિકાના રાજદૂતને પણ સમન્સ પાઠવ્યું હતું.
આવું કહ્યું હતું અમેરિકાના રાષ્ટ્રપતિએ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે મને લાગે છે કે પાકિસ્તાન કદાચ વિશ્વનો સૌથી ખતરનાક દેશોમાંથી એક છે, કારણ કે આ દેશની પાસે કોઈ પ્રકારના કરાર વગરના પરમાણું હથિયાર છે. બાઈડને આ વાત ડેમોક્રેટિક કોંગ્રેસની અભિયાન સમિતિના સ્વાગત સમારંભમાં કહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ રશિયા-યુક્રેન સંઘર્ષને લઈને ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે આ સંઘર્ષની અસર આખી દુનિયા પર પડી છે. આ સિવાય તેમણે અન્ય દેશોની સાથે વોશિંગ્ટનના સંબંધો વિશે પણ વાત કરી હતી.
બિલાવલે કહ્યું- આવી ચિંતા હોત તો બેઠકમાં ઉઠત મુદ્દો
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડનની ટિપ્પણીથી હેરાન છું. તેમણે કહ્યું કે પાકિસ્તાને થોડા દિવસો પહેલા જ અમેરિકાની સાથે દ્વિપક્ષીય સંબંધોની 75મી વર્ષગાંઠ મનાવી છે. જો આ પ્રકારની ચિંતા હતી, તો મને લાગે છે કે આ વાત મારી સાથે તે બેઠકમાં જ ઉઠાવવામાં આવી હોત. બિલાવલે એ પણ કહ્યું કે ભારતીય પરમાણુ હથિયારોની સુરક્ષા પર સવાલ ઉઠાવવા જોઈએ, જેમણે આ વર્ષે નવ માર્ચે ખોટી રીતે પાકિસ્તાનમાં મિસાઈલ છોડી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર