જો PAK વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત ન કરતા તો ભારતીય સેના તેના ફોરવર્ડ બેઝને ખાખ કરી દેતી!

News18 Gujarati
Updated: October 29, 2020, 4:40 PM IST
જો PAK વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત ન કરતા તો ભારતીય સેના તેના ફોરવર્ડ બેઝને ખાખ કરી દેતી!
ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન

Pakistan statement Abhinandan air strike: પૂર્વ વાયુસેના પ્રમુખે કહ્યું કે મેં અભિનંદનના પિતા સાથે કામ કર્યું છે. મે અભિનંદનના પિતાને વાયદો આપ્યો હતો કે અમે તેને પાછા લઇને આવીશું. અભિનંદનએ પાકિસ્તાનનું એક એફ 16 લડાકૂ વિમાન મારી નાંખ્યું હતું. આ દરમિયાન અભિનંદનનું વિમાન સીમા પાર જતું રહ્યું હતું. અને પાકિસ્તાને તેને નિશાનો બનાવ્યો હતો.

  • Share this:
પાકિસ્તાન (Pakistan) સાંસદમાં ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન (Indian Wing Commander Abhinandan)વિષે ફરી એક વાર ચર્ચા કરવામાં આવી છે. આ વખતે વિંગ કમાન્ડર અભિનંદનની ચર્ચાથી પાકિસ્તાનની અનેક પોલ ખુલી ગઇ છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તે ડરના કારણે અભિનંદનને ભારતીય સેનાને પાછો સોંપ્યા હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ દાવામાં પછી ભારતીય વાયુસેનાના પૂર્વ પ્રમુખ બીએસ ઘનોઆની પ્રતિક્રિયા સામે આવી છે. (Pakistan statement Abhinandan air strike)

બીએસ ઘનોઆએ કહ્યું કે પાકિસ્તાનની તરફથી જે રીતે નિવેદન આવી રહ્યું છે તે પાછળનું કારણ તે સમયની ભારતીય વાયુસેનાની પોઝિશન છે. તેમણે કહ્યું કે તે સમયે ભારતીય સેના ખૂબ જ એગ્રેસિવ હતી. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન અભિનંદનને ના છોડતા તો અમે તેમની પૂરી બ્રિગ્રેડને પૂરી કરી શકતા હતા અને આ વાત તે પણ સારી રીતે જાણે છે. પૂર્વ વાયુસેના પ્રમુખે કહ્યું મેં અભિનંદનના પિતા સાથે કામ કર્યું છે. મેં અભિનંદનના પિતાને વાયદો કર્યો હતો કે અમે તેને પાછો લાવીને રહીશું. 1999ની ઘટનાને યાદ કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાને તે સમયે અમને દગો આપ્યો હતો. એટલે આ વખતે અમે પહેલાથી જ સતર્ક હતા.

પાકિસ્તાન સાંસદ અયાજ સાદિકે પાકિસ્તાની સંસદમાં કહ્યું કે બાલાકોટમાં ભારતીય હવાઇ હુમલાના બીજા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાને ભારતમાં હવાઇ હુમલાનો પ્રયાસ કર્યો હતો. તેના લડાકૂ વિમાન ભારત તરફ વધ્યા હતા. પણ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન અને બીજા નીડર પાયલોટોએ તેમને ખદેડી મૂક્યા હતા.

અભિનંદનએ પાકિસ્તાનનું એક એફ 16 લડાકૂ વિમાન મારી નાંખ્યું હતું. આ દરમિયાન અભિનંદનનું વિમાન સીમા પાર જતું રહ્યું હતું. અને પાકિસ્તાને તેને નિશાનો બનાવ્યો હતો. અભિનંદન પેરાશૂટથી કૂદી ગયા હતા. પણ તે પાકિસ્તાની સીમામાં પહોંચી ગયા હતા. અને તે પછી તેમને ત્યાં બંદી બનાવવામાં આવ્યા હતા.

વધુ વાંચો : સાઇબર ફાઇનેંશિયલ ફ્રૉડ: હવે બેંક ખાતાથી પૈસા ચોરી થવા પર 12615 એક્સપર્ટ અપાવશે તમારા પૈસા પાછા

વિંગ કમાન્ડર અભિનંદનને છોડવા માટે ભારતે ભારે દબાવ બનાવ્યો હતો. આ સમયે અમિત શાહની મોટી બેઠક થઇ હતી. અયાજ સાદિક મુજબ આ બેઠકમાં ઇમરાન ખાન પણ જોડાવાના હતા. પણ તે આવ્યા નહીં. સાદિકે દાવો કર્યો હતો કે આ બેઠકમાં આઇ શાહના પગ કાંપી રહ્યા હતા. અને તેમણે કહ્યું હતું કે અભિનંદનને છોડી દો નહીં તો ભારત પાકિસ્તાન પર હુમલો કરી દેશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને એક માર્ચ 2019ના રોજ અટારી બોર્ડર પર અભિનંદનને સહી સલામત ભારતને સુપરત કર્યા હતા.
Published by: Chaitali Shukla
First published: October 29, 2020, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading