ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વા સ્થિત બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકી કેમ્પ પર ભારતીય વાયુ સેનાના હુમલા બાદ બંને દેશ વચ્ચે તણાવ ચરણસીમા પર છે. આ દરમિયાન સરકારી સૂત્રનું કહેવું છે કે પાકિસ્તાને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સામે કાર્યવાહી કરી છે, એટલું જ નહીં ભારતીય પાટલટ અભિનંદનને બહુ ઝડપથી ભારત પરત મોકલવામાં આવશે.
ન્યૂઝ18ને વરિષ્ઠ સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે રાત્રે પાકિસ્તાને જૈશના તાલિમ કેન્દ્રો પર કાર્યવાહી કરી હતી. સરકારી સૂત્રએ એવો પણ ભરોશો અપાવ્યો કે પાકિસ્તાન બહુ ઝડપથી ભારતીય પાયલટ અભિનંદનને મુક્ત કરશે.
કાર્યવાહીનું શું છે કારણ?
સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે જૈશ-એ-મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે બુધવારે આ ત્રણેય રાષ્ટ્રોએ જૈશને બ્લેકલિસ્ટ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પ્રસ્તાવ આપ્યો છે. આ પ્રસ્તાવમાં કાશ્મીરના પુલવામા હુમલાનો હવાલો આપવામાં આવ્યો છે.
પાકિસ્તાનની તમામ એરલાઇન બંધ
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ નવા આદેશ સુધી તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરલાઇનોને ફ્લાઇટ ઓપરેટ ન કરવાની સૂચના આપી છે. એટલે કે આજે પાકિસ્તાનની તમામ ફ્લાઇટ કેન્સલ રહેશે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળ, વાયુ અને સેના પ્રમુખો સાથે લાંબી મુલાકાત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય સેના પ્રમુખો સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ તેમને સ્વતંત્ર નિર્ણય લેવાની આઝાદી આપી દીધી છે.
આ પહેલા બુધવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના એક ફાઇટર વિમાન F-16ને તોડી પાડ્યું હતું. જોકે, આ દરમિયાન ભારતીય વિમાન ક્રેશ થયું હતું, જેના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની જમીન પર પકડાઇ ગયા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્વીકાર કર્યો હતો કે અભિનંદન પાકિસ્તાનના કબજામાં છે.
ARY News: Pakistan Civil Aviation Authority (CAA) announced complete closure of flight operations for all domestic and international airlines across Pakistan till further orders.
પાકિસ્તાની સેના તરફથી અભિનંદનનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, આ વીડિયોની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. પાકિસ્તાન આર્મીના પ્રવક્તા મેજર જનરલ ગફૂરે બુધવારે ટ્વિટ કરીને કહ્યું કે, ભારતનો એક પાયલટ તેને કબાજમાં છે. આ પહેલા બુધવારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતના બે પાયલટ તેના કબજામાં છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર