Home /News /national-international /પાકિસ્તાને ફરીથી સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, લોકો ઘર છોડીને ભાગ્યા

પાકિસ્તાને ફરીથી સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, લોકો ઘર છોડીને ભાગ્યા

પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાને એકવાર ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કરતા જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સ્થિત નૌશેરામાં ભારે ગોળીબારી કરી છે. સીમા પર સતત કેટલાક દિવસોથી ચાલતી ગોળીબારીમાં લોકોએ ઘર છોડીને સુરક્ષિત જગ્યાઓ પર પનાહ લીધી છે. આ ગોળીબારીમાં આ વિસ્તારમાં 71 સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. આ ભારે ગોળીબારીમાં નૌશેરા અને પુખરનીમાં કેટલાક ઘરોને પણ ઘણું નુકશાન થયું છે.

જણાવી દઈએ કે પાકિસ્તાન તરફથી સીમા સતત ગોળીબારી ચાલુ છે. ગઈ રાતથી ચાલુ ગોળીબારમાં ગુરૂવાર એટલે કે સવારે ભયાનક રૂપ લીધું હતું. પાકિસ્તાન તરફથી વરસતી ગોળીઓને કારણે ત્યાંના લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

નોંધનીય છે કે પાકિસ્તાન દ્વારા રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારના લડોકા,પુખરાની અને લામમાં ભારે ગોળીબારી થઈ રહી છે. જેનો અવાજ નૌશેરા બજાર સુધી આવી રહી છે. જેના કારણે ત્યાંના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને તેમને ડર છે કે ક્યાંક યુદ્ધ ન થઈ જાય. જો કે સામાન્ય માણસોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: BSF, Ceasefire violation, પાકિસ્તાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन