પાક. માં વાણી સ્વતંત્રતા પર તરાપ; મીડિયા સાથે વાત કરતા અમને રોક્યા: પાક. કાર્યકરનો આરોપ

News18 Gujarati
Updated: October 28, 2019, 5:45 PM IST
પાક. માં વાણી સ્વતંત્રતા પર તરાપ; મીડિયા સાથે વાત કરતા અમને રોક્યા: પાક. કાર્યકરનો આરોપ
પ્રતિકાત્મક તસવીર

સામાજિક કાર્યકર જીબરન નાસિરે તેમના ટ્વીટમાં રિયાસત કા લાડલા હેશટેગ લખ્યું છે,

  • Share this:
નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર સત્તા પર છે પણ પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી આતંગિક વિગ્રહ ફાઠી નિકળ્યો છે અને અનેક લોકો રસ્તા પર આવવા લાગ્યા છે. સામાજિક કાર્યકરો માનવ અધિકારના હનનની ફરિયાદો કરે છે. જો તેઓ, સરકાર વિરુદ્ધ સહેજ પણ અવાજ કરે તો, તેમને દબાવી દેવામાં આવે છે અને જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ (ISI) તેમને પરેશાન કરે છે.

પાકિસ્તાનના સામાજિક કાર્યકર જીબરન નાસિરે તેમના ઑફિસિયલ ટ્વીટર હેન્ડલના માધ્યમથી ઇમરાન ખાનની સરકાર પર આક્ષેપ કર્યો કર્યો છે કે, જ્યારે પણ અમે એવું બોલીએ છીએ કે, જાસુસી સંસ્થા અમારી કનડગત કરે છે કે, તરત જ, અમને પરેશાન કરવામાં આવે છે. આજે સવારે અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ સમયે પોતાની જાતને ડી.જી (ડિરેક્ટર જનરલ) કહેતો એક માણસ મારી સામે ધસી આવ્યો હતો અને બધુ રમણ-ભમણ કરી નાંખ્યું. અમારું માઇક તોડી નાંખ્યું. મારો કોલર પકડ્યો અને શારીરિક રીતે મને ઘસડી જવાનો પ્રયાસ કર્યો,”.

સામાજિક કાર્યકર જીબરન નાસિરે તેમના ટ્વીટમાં રિયાસત કા લાડલા હેશટેગ લખ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના અર્થતંત્રની માઠી બેઠી છે. ઇમરાન ખાનની સરકાર અર્થતંત્રને સુધારવામાં નિષ્ફળ નિવડી છે. પાકિસ્તાનમાં સક્રિય અનેક ત્રાસવાદી સંગઠનોએ સરકાર સામે માથું ઊંચક્યું છે અને સરકાર સામે બાંયો ચઢાવી છે. સરકાર સામે વિદ્રોહ ફાટી નિકળવાની તૈયારીમાં છે એવા સમયે સામાજિક કાર્યકર સાથેનું આ વર્તન પાકિસ્તાનની સ્થિતિ દર્શાવે છે.
First published: October 28, 2019, 5:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading