ઈસ્લામાબાદ. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિત ઘોટકીમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં બે ટ્રેનોની વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં (Pakistan Train Accident) ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયાના અહેવાલ છે. દુર્ઘટનાની ભયાનક તસવીરો જોઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. મળતી જાણકારી મુજબ, રેતી અને ડહારકીની વચ્ચે સર સૈયદ એક્સપ્રેસ ટ્રેન (Sir Syed Express) અને મિલ્લત એક્સપ્રેસ (Millat Express) સાથે ટક્કર થઈ ગઈ. સ્થાનિક મીડિયા મુજબ આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ઘાયલ પણ થયા છે.
બીજી તરફ, રેડિયો પાકિસ્તાન મુજબ, આ દુર્ઘટના સોમવાર વહેલી પરોઢે સર્જાઈ અને મૃતકોનો આંકડો વધી શકે છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બોગીઓમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે બચાવ અભિયાન (Rescue Operation) શરૂ થઈ ચૂક્યું છે.
At least 30 people died and several sustained injuries as Sir Syed Express train collided with Millat Express between Reti and Daharki railway stations in Ghotki, reports Pakistan's ARY News
રેલવેએ જણાવ્યું કે મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા જઈ રહી હતી ત્યારે રસ્તામાં તે ટ્રેક પરથી નીચે ઉતરી ગઈ. આ દરમિયાન રાવલપિંડીથી કરાચી જઈ રહેલી સર સૈયદ એક્સપ્રેસ તેની સાથે ટકરાઈ ગઈ. દુર્ઘટના બાદ મિલ્લત એક્સપ્રેસની આઠ અને સર સૈયદ એક્સપ્રેસના એન્જિન અને ત્રણ બોગીઓ પાટા પરથી ઉતરી ગયા. જ્યારે કેટલીક બોગીઓ ખાડામાં જઈને પડી.
સિંધ પ્રાંતના ઘોતકી જિલ્લાના પોલીસ અધિકારી ઉસ્માન અબ્દુલ્લાએ જણાવ્યું કે, આ દર્ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક ગામવાસીઓ, બચાવ ટીમ અને પોલીસ મદદ માટે દોડી આવી છે અને મૃતકો તથા ઘાયલ મુસાફરોને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે રાહત કાર્ય માટે ભારે મશીનરીની જરુર ઊભી થઈ છે, જે ઘટનાસ્થળ માટે રવાના થઈ ચૂકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર