હિન્દુ-શીખ યુવતીઓ માટે નરક બન્યું પાકિસ્તાન, થઇ રહ્યાં છે બળજબરીથી લગ્ન

News18 Gujarati
Updated: August 31, 2019, 7:53 PM IST
હિન્દુ-શીખ યુવતીઓ માટે નરક બન્યું પાકિસ્તાન, થઇ રહ્યાં છે બળજબરીથી લગ્ન
પાકિસ્તાનના લાહોરના નનકાના સાહિબ વિસ્તારથી ગુમ થયેલી શીખ યુવતીની હજુ સુધી કોઇ ભાળ મળી નથી.

પાકિસ્તાનના લાહોરના નનકાના સાહિબ વિસ્તારથી ગુમ થયેલી શીખ યુવતીની હજુ સુધી કોઇ ભાળ મળી નથી.

  • Share this:
પાકિસ્તાનના લાહોરના નનકાના સાહિબ વિસ્તારથી ગુમ થયેલી શીખ યુવતીની હજુ સુધી કોઇ ભાળ મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે શીખ યુવતીનું જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરી તેના નિકાહ કરી દેવાયા છે. યુવતીના ભાઇએ કહ્યું કે તેની બહેન અંગે હજુ સુધી કોઇ ભાળ મળી નથી.

પોલીસનું કહેવું છે કે આ મામલે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુવતીના ભાઇએ કહ્યું કે મામલે કોઇ ધરપકડ થઇ નથી. યુવતી ગુમ થયા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક લગ્ન સમારોહમાં યુવતી કહી રહી છે કે તે પોતાની મરજીથી નિકાહ કરી રહી છે. જ્યારે શીખ યુવતીના પરિવારજનોનું કહેવું છે કે તેનું જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવામાં આવ્યા છે.

અહીં ક્લિક કરી વાંચોઃ 2 બાળકના ગજબના સ્ટંટ, ઓલિમ્પિકની ગોલ્ડ મેડાલિસ્ટ થઈ ફીદા

હોળીના દિવસે સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લામાં બે બહેનો રીના મેઘવાર અને રવીના મેઘવાર ગુમ થઇ ગઇ હતી.


પાકિસ્તાનમાં આવો એક અન્ય કિસ્સો સામે આવ્યો હતો. આ વર્ષે હોળીના દિવસે સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લામાં બે બહેનો રીના મેઘવાર અને રવીના મેઘવાર ગુમ થઇ ગઇ. બંને યુવતીઓને તેના ઘરેથી ઉઠાવી લેવામાં આવી હતી. બંને યુવતીઓના પિતા શમન પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા. થાનેદારે યુવતીઓને શોધવાની બાંહેધરી તો આપી પરંતુ કેસ દાખલ ન કર્યો. થોડા દિવસ બાદ બંને યુવતી કલમા પઢતી નજરે પડી હતી.

2015માં પાકિસ્તાનની મહિલા ફાઉન્ડેશને સાઉથ એશિયા પાર્ટનરશિપ સાથે મળી એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, આ રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં દર વર્ષે અંદાજે 1 હજાર યુવતીઓનું જબરજસ્તીથી ધર્મ પરિવર્ત થાય છે. આ સૌથી વધુ સિંધ પ્રાંતમાં ઉમેરકોટ, થારપારકર, મીરપુર ખાસ, સંઘર, ઘોટકી અને જકોબાદા જિલ્લામાં થાય છે. આ વિસ્તારના મોટાભાગના હિન્દુ ગરીબ છે. જેનો ફાયદો ઉઠાવી તેમની યુવતીઓનું જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે.
First published: August 31, 2019, 6:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading