નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક હાલત હાલમાં ખૂબ જ ખરાબ છે. તે અન્ય દેશોની મદદથી સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ખાસ કરીને સઉદી અરબ અને ચીન પાસેથી મદદ લઈ રહ્યું છે. આ તમામની વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ભારતને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે અલ અરબિયા ટીવીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે શાંતિથી જીવવા માગીએ છીએ. પાક પીએમે કહ્યું કે, ભારત સાથે 3 યુદ્ધ બાદ પાકિસ્તાનને સબકને બરાબરનો પાઠ મળી ગયો છે.
શહબાઝ શરીફે ભારતની સાથે 3 યુદ્ધને લઈને ખુલીને વાત કરી. આ દરમિયાન ભારતને લઈને થોડુ વલણ બદલાયેલું જોવા મળ્યું હતું. શહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાને ભારત સાથે અત્યાર સુધીમાં ત્રણ યુદ્ધ લડ્યા છે અને પાકિસ્તાનને પાઠ મળી ચુક્યો છે. અમે પાડોશી દેશ છીએ. આપણે એકબીજા સાથે રહેવાનું છે. આ બંને પર નિર્ભર કરે છે કે આપણે શાંતિ જાળવીએ અને વિકાસ કરીએ. ભારત સાથે યુદ્ધ બાદ ગરીબી અને બેરોજગારી આવી. અમે અમારી સમસ્યાઓનું સમાધાન લાવવા માગીએ છીએ.
તેમણે ઈન્ટરવ્યૂ દરમિયાન ભારતના પ્રધાનમંત્રીને પણ મેસેજ આપ્યો છે. તેમણે ગરીબી ખતમ કરવા પર ભાર આપતા કહ્યું કે, અમે દેશમાં ગરીબી ખતમ કરવા માગીએ છીએ, સાથે જ દેશમાં ખુશહાલી લાવવા માગીએ છીએ. અમે અમારા લોકોને સારુ શિક્ષણ, ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા અને રોજગાર આપવા માગીએ છીએ. અમે અમારા સંસાધનોને બોમ્બ અને દારુગોળા બનાવામાં ખર્ચ કરવા માગતા નથી. આ મારુ વિઝન છે, અને આ મેસેજ હું પીએમ મોદીને પણ આપવા માગુ છું.
કાશ્મીરમાં ઝેર આક્યું
શહબાઝ શરીફે પીએમ મોદીને મેસેજ તો આપ્યો પણ કાશ્મીર પર ફરી એક વાર ઝેર ઓક્યું છે. તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, હું પીએમ મોદીને કહેવા માગું છું કે, અમે શાંતીથી જીવવા માગીએ છીએ, પણ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે, તેને રોકવાની જરુર છે. કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ. તેમણે આગળ કહ્યું કે, પીએમ મોદીને મારો મેસેજ એ જ છે કે, અમે કાશ્મીર જેવા જ્વલંત મુદ્દાને લઈને વાતચીતના ટેબલ પર આવવા માગીએ છીએ અને ગંભીર વાતચીત કરવી જોઈએ. તેમણે પરમાણુ હથિયારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંને દેશ પરમાણુ સંપન્ન દેશ છે. અલ્લાહ જાણે છે કે, જો બંને દેશ આ દિશમાં આગળ વધશે તો પછી શું થશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર