લાહોર ઉપર થઈને ઉડ્યા PM મોદી, Pakએ આપ્યું 2.86 લાખ રૂપિયાનું બિલ

News18 Gujarati
Updated: February 19, 2018, 10:26 PM IST
લાહોર ઉપર થઈને ઉડ્યા PM મોદી, Pakએ આપ્યું 2.86 લાખ રૂપિયાનું બિલ

  • Share this:
નેશનલ ડેસ્ક: પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉપયોગ કરવામાં આવેલ ભારતીય એરલાઈન્સના વિમાનના રૂટ નેવિગેશન શુલ્કના રૂપમાં ભારતને 2.86 લાખ રૂપિયાનું બિલ મોકલ્યું છે આ જાણકારી માહિતી મેળવવાનો અધિકાર (આરટીઆઈ) હેઠલ કરવામાં આવેલી અરજીમાં આપવામાં આવી છે.

આ રકમ વડાપ્રધાનનું વિમાન લાહોરમાં રોકાણ અને રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન તથા કતાર યાત્રાને લઈને મોકલવામાં આવ્યું છે. કાર્યકર્તા અને લેઝર કોમોડોર લોકેશ બત્રાએ આરટીઆઈ હેઠળ આની જાણકારી માંગી હતી. આમાં કહેવામાં આવ્યું છે કે, જૂન 2016 સુધી ભારતીય એરલાઈન્સનો ઉપયોગ વડાપ્રધાનના 11 દેશો- નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન, કતાર, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, રશિયા, ઈરાન, ફિજી અને સિંગાપુર યાત્રાઓ માટે કરવામાં આવ્યો.

PM મોદી નવાઝ શરીફના આમંત્રણ પર ગયા હતા પાકિસ્તાન

આ રીતની યાત્રા દરમિયાન 25 ડિસેમ્બર 2015ના દિવસે મોદી પાકિસ્તાન ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના આગ્રહ પર કેટલાક સમય માટે લાહોર રોકાયા હતા. આ રોકાણ ત્યારે થયું જ્યારે મોદી અફઘાનિસ્તાન અને રશિયાથી પાછા ફરી રહ્યાં હતા. આના માટે 'રૂટ નેવિગેશન' શૂલ્કના રૂપમાં 1.49 લાખ રૂપિયા બિલ આપવામાં આવ્યું. પાકિસ્તાન સ્થિત ભારતીય ઉચ્ચ કમિશને આરટીઆઈ કાયદા હેઠળ મળેલા રેકોર્ડમાં આ જાણકારી આપી છે.

પાકે' રૂટ નેવિગેશન' હેઠળ વસૂલ્યા એક લાખ છત્રીસ હજાર રૂપિયા

તે ઉપરાંત પાકિસ્તાની અધિકારીઓએ 77,215 રૂપિયાનું 'રૂટ નેવિગેશન' ત્યારે લગાવ્યો જ્યારે મોદી 22-23 મે 2016ના દિવસે ઈરાનની યાત્રા માટે ભારતીય એરલાઈન્સના વિમાનનો ઉપયોગ કર્યો. આ સાથે જ જ્યારે તેમેન 4-6 જૂનના દિવસે કતારની યાત્રા કરી તો 59,215 રૂપિયાનું બિલ નેવિગેશન શૂલ્કના રૂપમાં આપવામાં આવ્યું.આ બંને યાત્રાઓ માટે મોદીનું વિમાન પાકિસ્તાન ઉપરથી પ્રસાર થયું. ડેટા અનુસાર 2014થી 2016 વચ્ચે મોદીની યાત્રાઓ માટે ભારતીય એરલાઈન્સ વિમાનના ઉપયોગ પર લગભગ બે કરોડ રૂપિયા ખર્ચ થયા.
First published: February 19, 2018, 10:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading