Home /News /national-international /

પુલવામા હુમલો: પાકિસ્તાને મસૂદ અઝહરને 'સુરક્ષિત' સ્થળે ખસેડ્યો!

પુલવામા હુમલો: પાકિસ્તાને મસૂદ અઝહરને 'સુરક્ષિત' સ્થળે ખસેડ્યો!

જૈશ-એ-મોહમ્મદનો ફાઉન્ડર મસૂદ અઝહર (ફાઇલ ફોટો)

અહેવાલો મુજબ, મસૂદ અઝહરન રાવલપિંડી મોકલવામાં આવ્યો છે. રાવલપિંડીમાં પાકિસ્તાનની તપાસ એજન્સી ISIનું હેડક્વાટર છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામાં હુમલા બાદ પાકિસ્તાન પર ચોમેરથી દબાણ સર્જાઈ રહ્યું છે. આ સ્થિતિમાં ગભરાયેલા પાકિસ્તાને આતંકવાદી મસૂદ અઝહરને જૈશ-એ-મોહમ્મદના પંજાબના બહાવલપુરમાં આવેલા વડામથકથી ખસેડી લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આઈએસઆઈની નજર હેઠળ મસૂદ અઝહરને પાકિસ્તાની સરકારે રાવલપિંડીમાં 'સુરક્ષિત' ઠેકાણે ખસેડી લીધો છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIની વડી કચેરી પણ રાવલપિંડીમાં જ છે.

    ફ્રાંસ જૈશ-એ-મોહમ્મદના વડા મોલાના મસૂદ અઝહરને વૈશ્વિક સંગઠન જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ પારિત કરશે. આગામી બે દિવસોમાં ફ્રાંસ દ્વારા આ પ્રસ્તાવ લાવવામાં આવશે. આ પ્રસ્તાવમાં મસૂદ અઝહરને બેન કરવાની માંગ કરવામાં આવશે.

    આ પણ વાંચો: પાકિસ્તાનમાં આ ભાઈ ગુજરાતી ભાષા બચાવવા જનજાગૃતિ ફેલાવે છે અને આ છે આપણા જીતુભાઇ વાઘાણી...!!

    જાણકોરાના મુજબ, મસૂદ અઝહરને બેન થતો અટકાવવા માટે પાકિસ્તાન ચીનના શરણે જશે, ચીને ગત વખતે ભારત દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવને વીટો પાવર વાપરીને ફગાવી દીધો હતો. જોકે, આ વખતે અમેરિકા ભારતની મદદ કરે તેવી શક્યતાની વચ્ચે ભારત કુટનીતિક રીતે પાકિસ્તાનને આંતરાષ્ટ્રીય ચોકામાં ઘેરવાની યોજના બનાવી રહ્યું છે.

    આ પણ વાંચો: પુલવામા હુમલો: ગુજરાતનાં વેપારીઓ પાકિસ્તાનમાં નહીં કરે શાકભાજી-ફળોની નિકાસ

    14મી ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં થયેલા ફિદાયીન હુમલામાં સીઆરપીએફના 40 જવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ ભારતે વળતો જવાબ આપવાની કવાયત હાથ ધરી હોવાથી ગભરાયેલા પાકિસ્તાને મસૂદને છૂપી જગ્યાએ સાચવી લીધો છે.

    આ પણ વાંચો: "જયારે દેશ રડી રહ્યો હતો, ત્યારે પીએમ ફોટોશૂટ કરાવતા હતા"
    Published by:Jay Mishra
    First published:

    Tags: Masood-azhar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन