પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે, તે પોતે આતંકવાદ સહિતનાં મુદ્દે ભારત સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પણ ભારત આ મુદ્દે વાતચીત કરવા તૈયાર નથી. અમારા માટે આ પ્રાથમિક રીતે નિસ્બત ધરાવતો મુદ્દો છે.
પાકિસ્તાને એવો દાવો કર્યો કે, તે ભારત રચના રચનાત્મક રીતે સબંધ બાંધવા માગે છે અને વડાપ્રધાન ઇમરાન ખાનની આ નીતિ છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ આ વાત કહી છે.
“પાકિસ્તાન ભારત સાથે આતંકવાદ મુદ્દે વાતચીત કરવા માગે છે જે પાકિસ્તાન માટે પ્રાથમિક રીતે નિસ્બત ધરાવતો મુદ્દો છે,” પ્રવક્તાએ કહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ જણાવી દીધુ છે કે, આતંકવાદ અને વાતચીત બંને એક સાથે શક્ય નથી.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ જણાવ્યુ કે,જમ્મુ-કાશ્મી સહિતનાં મુદ્દે પાકિસ્તાનની પોઝીશન સ્પષ્ટ અને આ તમામ મુદ્દાઓ પર શાંતિપૂર્ણ રીતે સંવાદ કરવા માગે છે. પણ ભારત આ મુદ્દે સહકાર આપવામાં ખચકાય છે.
મહત્વની વાત એ છે કે, મે મહિનાની 21 અને 22 તારીખે કઝાકિસ્તાનમાં સાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિંટિંગ મળવાની છે જેમાં ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ હાજરી આપવાનાં છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી મહોમ્મદ કુરેશી પણ આ મિટિંગમાં હાજરી આપશે.
જમ્મુ-કાશ્મીરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સબંધો વણસ્યા છે.
કેમ કે, આ હુમલામાં પાકિસ્તાન સ્થિત જૈસ-એ-મોહંમદે જવાબદારી લીધી હતી. આ હુમલામાં 40 જવાનો શહિદ થયા હતા. આ ઘટના બાદ ભારતીય હવાઇ દળે પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર