કુલભૂષણ જાધવને બીજીવાર કૉન્સ્યુલર ઍક્સેસ આપવા પાકિસ્તાનનો ઇન્કાર

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મોહમ્મદ ફૈસલે કહ્યું કે, કુલભૂષણ જાધવને બીજી વાર રાજદ્વારી સહાય નહીં મળે

News18 Gujarati
Updated: September 12, 2019, 1:58 PM IST
કુલભૂષણ જાધવને બીજીવાર કૉન્સ્યુલર ઍક્સેસ આપવા પાકિસ્તાનનો ઇન્કાર
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મોહમ્મદ ફૈસલે કહ્યું કે, કુલભૂષણ જાધવને બીજી વાર રાજદ્વારી સહાય નહીં મળે
News18 Gujarati
Updated: September 12, 2019, 1:58 PM IST
પાકિસ્તાને કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav)ને બીજી વાર કૉન્સ્યુલર ઍક્સેસ (Consular Access) આપવાનો ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાન (Pakistan)ના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મોહમ્મદ ફૈસલ (Dr Mohammad Faisal)એ કહ્યું કે, કુલભૂષણ જાધવને બીજી વાર રાજદ્વારી સહાય નહીં મળે. નોંધનીય છે કે, આ મહિનાની 2 તારીખે જાધવ સાથે પાકિસ્તાનમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયા (Gaurav Ahluwalia)ની અજાણ્યા સ્થળે મુલાકાત કરી હતી.

કુલભૂષણ જાધવ આતંકવાદ, જાસૂસી અને ગડબડ ફેલાવવાના આરોપમાં 2016થી પાકિસ્તાનની કસ્ટડીમાં છે અને 2017માં તેમને એક આર્મી કોર્ટે મોતની સજા ફટકારી હતી. ભારત કહેતું રહ્યું છે કે તેમને ઈરાનથી કિડનેપ કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનમાં તેમની હાજરી ક્યારેય પુરાવાઓ સાથે નથી રજૂ કરવામાં આવી. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ બાદ થોડા દિવસો પહેલા જ ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયા અને જાધવની વચ્ચે મુલાકાત થઈ હતી.

 


Loading...

આ પણ વાંચો, J&Kમાં હુમલાનું મોટું કાવતરું નિષ્ફળ, 6 AK-47 સાથે 3 આતંકવાદીની ધરપકડ

છેલ્લી ઘડીએ પાકિસ્તાને મુલાકાતનું સ્થળ બદલી દીધું હતું

પાકિસ્તાની અધિકારીઓએ જાધવની સાથે ભારતીય ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયાની પહેલી મુલાકાતમાં ઘણો દુર્વ્યવહાર કર્યો હતો. પાકિસ્તાની જેલમાં 3 વર્ષ કરતાં વધુ સમયથી કેદ ભારતીય નાગરકિ કુલભૂષણ જાધવની મુલકાત ડેપ્યુટી હાઇ કમિશ્નર સાથે થઈ હતી. આ મુલાકાત એક સબજેલમાં કરાવવામાં આવી અને નિર્ધારિત સમયથી એક કલાક વિલંબથી અધિકારીઓએ તેમને મળવા દીધા. પહેલા ભારતીય ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયાની મીટિંગ પાક. વિદેશ મંત્રાલયની મુખ્ય ઓફિસમાં નક્કી કરવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાને અવળચંડાઈ કરતાં કોઈ અજાણ્યા સ્થળે મીટિંગ કરાવી હતી.

2017માં પાકિસ્તાને સંભળાવી હતી મોતની સજા

ભારતીય નેવીના 49 વર્ષીય સેવાનિવૃત્ત અધિકારી જાધવને પાકિસ્તાનની આર્મી કોર્ટે જાસૂસી અને આતંવાદના ગુનામાં એપ્રિલ 2017માં મોતની સજા ફટકારી હતી. ભારતનું કહેવું છે કે જાધવનું ઈરાનથી અપહરણ કરવામાં આવ્યું હતું જ્યાં તેઓ નેવીથી સેવાનિવૃત્ત થયા બાદ વેપારના ઉદ્દેશ્યથી ગયા હતા અને તેમની પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

આ પણ વાંચો, પાકિસ્તાને LoC પર 30 લૉન્ચ પૅડ તૈયાર કર્યા, ભારતમાં મોટું કાવતરું રચવાની તૈયારી
First published: September 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...