ભારતે જે 22 લોકેશન આપ્યા, ત્યાં એક પણ ટેરર કેમ્પ નથી: પાકિસ્તાન

બાલાકોટ સ્થિત જૈશનો આતંકી કેમ્પ (તસવીર- એએનઆઈ)

પાકિસ્તાને કહ્યું છે કે જો ભારત કોઈ નવા પુરાવા સોંપે છે તો એમ તેની તપાસ કરી કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ

  • Share this:
    પુલવામા આતંકી હુમલા પર પાકિસ્તાનનું વધુ એક જૂઠાણું સામે આવ્યું છે. પાકિસ્તાને કહ્યું છે કે પુલવામા હુમલામાં તેમની ભૂમિકાના પુરાવા નથી મળ્યા. ભારતે પુલવામા પર પાકિસ્તાનને પુરાવા સોંપ્યા હતા. ભારતે પાકિસ્તાનની સાથે 22 સ્થળોના લોકેશન શેર કર્યા હતા. પાકિસ્તાને 22 આતંકી કેમ્પની વાતને પણ નકારી દીધી છે. જો ભારત સરકાર તરફથી કોઈ રજૂઆત આવશે તો પાકિસ્તાન આ લોકેશન્સનો પ્રવાસ કરવાની મંજૂરી આપવા માટે તૈયાર છે. પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે ધરપકડ કરાયેલા 54 લોકોનો પુલવામા હુમલા સાથે કોઈ સંબંધ નથી.

    પાકિસ્તાની અખબાર ડોને સૂત્રોના હવાલાથી લખ્યું છે કે, ભારત તરફથી સોંપવામાં આવેલા પુરાવાઓમાં ક્યાંય પણ પાકિસ્તાનનો કોઈ સંબંધ સ્થાપિત નથી થઈ રહ્યો. પાકિસ્તાને કહ્યું છે કે જો ભારત અમને કોઈ નવા પુરાવા સોંપે છે તો એમ તેની તપાસ કરી કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ.

    આ પણ વાંચો, USની ચેતવણી- ચીન મસૂદ અઝહરની ઢાલ ન બને; UNSCમાં લાવ્યું નવો પ્રસ્તાવ

    ઉલ્લેખનીય છે કે, ભારતે દિલ્હીમાં પાકિસ્તાનના હાઇ કમિશનરને 27 ફેબ્રુઆરીએ પુલવામા હુમલાના સંબંધમાં ડોજિયર સોંપ્યું હતું. ભારતે પોતાના ડોજિયરમાં એવા પુરાવા રજૂ કર્યા હતા, જેનાથી જાણી શકાતું હતું કે પુલવામા હુમલામાં જૈશનો જ હાથ છે. આ ઉપરાંત ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં જૈશના કેમ્પ અને તેના લીડરો હોવાના પણ પુરાવા સોંપ્યા હતા.

    આ પણ વાંચો, ગૂગલના CEO સુંદર પિચાઈ અમેરિકાને સમર્પિત છે, ચીનને નહીં : ટ્રમ્પ

    ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીઅફના કાફલા પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પાક. અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને જૈશના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. મંગળવાર રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે એક સાથે 12 મિરાજ-2000 ફાઇટર પ્લેને બાલાકોટમાં આતંકીના મોટા ઠેકાણાઓ પર હુમલો કર્યો અને તેને સમગ્રપણે નષ્ટ કરી દીધા.
    Published by:Mrunal Bhojak
    First published: