પાક.ની ફરી નાપાક હરકત, ભારત માટે લીધો આવો નિર્ણય

News18 Gujarati
Updated: May 15, 2019, 8:14 PM IST
પાક.ની ફરી નાપાક હરકત, ભારત માટે લીધો આવો નિર્ણય
પ્રતીકાત્મક તસવીર

બાલાકોટ હુમલા બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો બાદ પોતાની એર સ્પેસ બંધ કરી દીધી હતી. હવે ઇસ્લામાબાદ ભારતમાં નવી સરકાર બનવાની રાહ જોઈ રહ્યું છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : હવે પાકિસ્તાને પોતાની એર સ્પેસ 30મી મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. પાકિસ્તાને જણાવ્યું છે કે ભારતમાં નવી સરકારનું ગઠન નહીં થાય ત્યાં સુધી આ અંગે તેઓ કોઈ નિર્યણ નહીં કરે. ઇસ્લામાબાદ ભારતમાં નવી સરકાર બનવાની રાહ જોઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 26મી ફેબ્રુઆરીના રોજ ભારતે બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પોતાની એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. 27મી માર્ચે પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને કુલાલમપુર આવનારી ફ્લાઇટ્સ સિવાય તમામ ફ્લાઇટ માટે એરસ્પેસ ખોલી દીધી હતી.

બેઠકમાં લેવાયો નિર્ણય
સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે પાકિસ્તાનમાં સેનાના અધિકારીઓ અને એરલાઇન્સ વિભાગ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય વિમાનો માટે 30મી મે સુધી એરસ્પેસ બંધ રાખવામાં આવશે. પાકિસ્તાન સરકારે દેશના એરમેનને આ નિર્ણયથી અવગત કરાવ્યા છે અને તમામ વિમાન કંપનીઓના પાયલટને સૂચના આપવામાં આવી છે કે એરસ્પેસનું કેવી રીતે પાલન કરવું. અધિકારીઓએ નક્કી કર્યુ છે કે આ દિશામાં 30મી મેના રોજ વિચાર કરવામાં આવશે.

આ પણ વાંચો : ભારતમાં આતંકીવાદીઓ મોકલવા માટે પાકિસ્તાને શોધ્યો નવો રસ્તો

સંબંધોમાં ન થયો સુધારો
ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે. આ સ્થિતિમાં આગામી થોડા સમય દરમિયાન પણ આ સંબંધોમાં સુધારો થવાના અણસાર જોવા મળે તેમ નથી. આ સ્થિતિમાં પાકિસ્તાન નવી સરકાર બનવાની રાહ જોઈ રહ્યું છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે બેંગકૉક અને કુલાલમપુરની ફ્લાઇટના નિર્ણયના પગલે અમારે કરોડો રૂપિયાની નુકસાની વેઠવી પડી રહી છે. અધિકારીએ કહ્યું કે જો બસ અને ટ્રેન મારફતે ભારત જઈ શકાતું હોય તો હવાઇ માર્ગે કેમ નહીં?આ પણ વાંચો :  EXCLUSIVE: આતકંવાદીઓ બૌદ્ધ મઠો પર હુમલો કરવાની ફિરાકમાં

મુસાફરીનો સમય વધ્યો
પાકિસ્તાનની એરસ્પેસ બંધ હોવાના કારણે યૂરોપ અને પૂર્વમાં જનારી અનેક ફ્લાઇટ્સ પર ઘણી અસર થઈ રહી છે. પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાના કારણે રૂટ લંબાયો છે અને તેના કારણે એરલાઇન્સના ખર્ચમાં પણ વધારો થયો છે. આ સ્થિતિમાં એરલસાઇન્સ દ્વારા ટિકિટના દર પણ વધારવામાં આવ્યા છે.
First published: May 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading