ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાનને ઘસેડવાને લઈને પાકિસ્તાન પણ ગુસ્સે ભરાયું છે. પીએમ મોદીના આરોપો બાદ રાજનીતિમાં ગરમાયા બાદ પાકિસ્તાન બરાબર અકળાઈ ઉઠ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મોહમ્મદ ફૈસલે ટ્વીટ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દખલ કરવાના આરોપો પર કહ્યું કે પોતાની ચૂંટણી ચર્ચામાં ભારતે પાકિસ્તાનને ઘસેડવાનું બંધ કરવું જોઇએ. ષડયંત્રની જગ્યાએ પોતાના દમ પર ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે. આવા આરોપ પાયાવિહોણા અને ગેરજવાબદાર છે.
પીએમ મોદીએ રવિવારના રોજ ગુજરાતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં સમયે કહ્યું હતું કે કોંગ્રેસ પાકિસ્તાનની સાથે મળીને ચૂંટણી લડી રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના ઘર પર પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને હાઇકમિશનની સાથે કોંગ્રેસ નેતાઓની મીટિંગ થઇ હતી. કોંગ્રેસે પીએમ મોદીના તે આરોપોનું ખંડન કરતાં મીટિંગ થયાની વાતની જ ના પાડી દીધી હતી, પરંતુ હવે પૂર્વ આર્મી ચીફ દીપક કપૂરની તરફથી મીટિંગ થયાની પુષ્ટિ કર્યા બાદ કોંગ્રેસનો દાવો ખોટો પડ્યો છે.
જો કે દીપક કપૂરે થયેલી મીટિંગને લઈને ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, આ મીટિંગમાં ભારત અને પાકની વચ્ચે સંબંધો પર જ ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં ગુજરાત ચૂંટણીને લઇ કોઇ વાત કરવામાં આવી નથી. સૂત્રોના મતે આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહ, પૂર્વ સેનાધ્યક્ષ દીપક કપૂર, પૂર્વ રાજદૂત સલમાન હૈદર, ટીસીએ રાઘવ, શરત સભરવાલ, અને કે.શંકર બાજપેયી હાજર હતા. બાજપેયી, રાઘવન અને સભરવાલ પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશન પણ રહી ચૂકયા છે.
India should stop dragging Pakistan into its electoral debate and win victories on own strength rather than fabricated conspiracies, which are utterly baseless and irresponsible.
રવિવારના રોજ પીએમ મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન આ મુદ્દાને ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ રેલીમાં કોંગ્રેસમાંથી સસ્પેન્ડ નેતા મણિશંકર ઐયર પર નિશાન સાંધતા કહ્યું હતું કે આખરે પાકિસ્તાની હાઇ કમિશનની સાથે ગુપ્ત બેઠક કેમ કરવામાં આવી હતી. આખરે કેમ ત્યારબાદ પાકિસ્તાનના ઉચ્ચ પદો પર બેઠેલા લોકો ગુજરાતમાં પેટલને સીએમ બનાવા માટે સહયોગની પહેલ કરી રહ્યાં છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ હવે પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનને લઈને કહ્યું છે કે, તેઓ પીએમ મોદીના નિવેદનને પૂરી રીતે ફગાવે છે. તેમને કહ્યું કે, પીએમના નિવેદનથી તેમને દુ:ખ થયો અને ગુસ્સો પણ આવ્યો છે. મણિશંકર સાથે ગુજરાત ઈલેક્શનને લઈને કોઈ જ ચર્ચા થઈ નથી. ગુજરાત ઈલેક્શનમાં પોતાની હારની આશંકાને લઈને પીએમ મોદી ગભરાઈ ગયા છે. મનમોહનસિંહે કહ્યું કે, પીએમ મોદીએ એક ખતરનાક પરંપરાની શરૂઆત કરી છે. કોંગ્રેસને રાષ્ટ્રવાદ પર કોઈના જ્ઞાનની જરૂરત નથી.
શું છે મનમોહન સિંહનું સ્ટેટમેન્ટ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે આવી તદ્દન ખોટી અને આધારવિહોની અફવાઓ ફેલાવે છે તેને લઇ હું ઘણો દુઃખી છું, ગુજરાતમાં ભાજપની હારને કારણે આવાં જૂઠાણાં ફેલાવે છે, અફવાઓ ફેલાવવા માટે વડાપ્રધાનનું ડિસ્પરેશન દેખાય છે. દુઃખી થઇને કહેવું પડે છે કે દરેક બંધારણયી ઓફિસને કલંકિત કરવાની પોતાની આ લોલુપ ઇચ્છા દ્વારા તેઓ ખોટું ઉદાહરણ આપી રહ્યા છે. વડાપ્રધાન અને પૂર્વ આર્મી ચીફ સાથે બંધારણીય કચેરીનું મહત્ત્વ ઘટાડવાનું વડાપ્રધાન મોદીનું સેટીંગ ખૂબ જ ભયંકર છે તેની ફરિયાદ કરી હતી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર