Home /News /national-international /Pakistan: પાકિસ્તાનની શાહબાઝ સરકાર કરી રહી છે નવાઝ શરીફને મોટી રાહત આપવાની તૈયારી, થઈ શકે છે તમામ આરોપો રદ
Pakistan: પાકિસ્તાનની શાહબાઝ સરકાર કરી રહી છે નવાઝ શરીફને મોટી રાહત આપવાની તૈયારી, થઈ શકે છે તમામ આરોપો રદ
પાકિસ્તાનની શાહબાઝ સરકાર કરી રહી છે નવાઝ શરીફને મોટી રાહત આપવાની તૈયારી, જાણો વિગતવાર અહી
Nawaz Sharif, Pakistan news, Shehbaz Sharif: શરીફને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 2017માં સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા, બાદમાં 2018માં તેમને ભ્રષ્ટાચારના બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. શરીફે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં (Islamabad High Court) તેમની દોષિતતાને પડકારી હતી, પરંતુ કોર્ટના આદેશોને પગલે બિન-હાજર થવા માટે કેસ બંધ કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન (Pakistan) ની નવનિયુક્ત સરકાર ભ્રષ્ટાચારના મામલામાં ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ (Nawaz Shariff) ની સજાને રદ કરવા અથવા સ્થગિત કરવા પર વિચાર કરી રહી છે, જેથી તેઓ કોર્ટમાં નવી અરજી દાખલ કરી શકે.
ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફ હાલ લંડનમાં છે. નવેમ્બર 2019માં લાહોર હાઈકોર્ટે તેને સારવાર માટે ચાર અઠવાડિયા માટે વિદેશ જવાની મંજૂરી આપી હતી. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Ex PM Imran Khan) ની સરકારે નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના અનેક કેસ ચલાવ્યા હતા.
ન્યૂઝ પેપર ડૉનએ ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહને ટાંકીને કહ્યું કે સંઘીય અને પંજાબની પ્રાંતીય સરકાર બંનેને અધિકાર છે કે તેઓ આરોપીની સજાને રદ કે સ્થગિત કરે અને તેને તક આપે. જેથી તે કોર્ટમાં નવો કેસ દાખલ કરી શકે. અગાઉના કોઈપણ કેસમાં "ખોટી" સજા સામે તે કોર્ટમાં નવો કેસ દાખલ કરી શકે છે. જોકે, તેમણે કહ્યું કે નવાઝ શરીફ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને દેશમાં પરત ફરવાનું વિચારી શકે છે.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શરીફને 2017માં સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા, બાદમાં 2018માં તેમને ભ્રષ્ટાચારના બે કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.
શરીફે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં (Islamabad High Court) તેમની દોષિતતાને પડકારી હતી, પરંતુ કોર્ટના આદેશોને પગલે બિન-હાજર થવા માટે કેસ બંધ કરવામાં આવ્યા હતા.
અખબારે પોતાના સમાચારમાં કહ્યું કે ઘરે પરત ફરવા પર તેની ધરપકડ કરીને જેલમાં મોકલી શકાય છે. તેથી, એકવાર તેમની પાર્ટી સત્તામાં પાછા ફર્યા પછી, એવા રસ્તાઓ શોધવામાં આવી રહ્યા છે કે જેથી કરીને તેઓ જેલ જવાના ભય વિના ઘરે પાછા આવી શકે.