ન્યૂઝ 18 ગુજરાતી : ફેબ્રુઆરી મહિનાની 14મી તારીખે જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં દેશના 44 જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. આ એરસ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો જેના ભાગરૂપે બંને દેશોએ એક બીજાના વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દીધી હતી. જોકે, ભારતે આ એરસ્પેસ ખોલ્યા બાદ ઇદના પાવન અવસરે પાકિસ્તાને પણ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાનનું વિમાન દિલ્હીની એરસ્પેસમાં દાખલ થયું હતું.
પાકિસ્તાન હટાવ્યો પ્રતિબંધ : અંગ્રેજી અખબાર ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો માટે એરસ્પેસ ખુલ્લી મૂકવામાં આવી છે. આ પ્રતિબંધ દૂર થયા બાદ પાકિસ્તાનના માર્ગે પ્રથમ વિમાન દિલ્હીમાં દાખલ થયું હતું.
આ પણ વાંચો: ઈદ પર 5 કરોડ મુસ્લિમ સ્ટુડન્ટને મોદી સરકારની ભેટ, અભ્યાસ માટે મળશે પૈસા!
પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથૉરિટીના ડાયરેક્ટરે ઇંડિગો એરલાઇન્સના અધિકારી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું ફ્લાઇટનું મોનિટરીંગ કરી રહ્યો હતો, ફ્લાઇટ સફળતાપૂર્વક લેન્ડ થઈ હતી. તમને વચન આપ્યું હતું. ઈદ મુબારક હો

પ્રતિકાત્મક તસવીર
ઇન્ડિગોના એક અધિકારીએ કહ્યું, “પાકિસ્તાનની સલાહ એવી હતી કે એક સાથે વધારે ફ્લાઇટને ઉડાણની મંજૂરી આપતા પહેલાં એક ફ્લાઇટને ટેસ્ટ ફ્લાઇટ તરીકે ઉડાણ ભરાવવામાં આવે. જેના અંતર્ગત દુબઈ-દિલ્હી ફ્લાઇટ 6E-24 સોમવારે રાત્રે એરસ્પેસમાંથી પસાર થઈ હતી.