Home /News /national-international /

ભારતીય એરફોર્સના પાયલટ અભિનંદનને મુક્ત કરી શકે છે પાકિસ્તાન, રાખી આ શરત!

ભારતીય એરફોર્સના પાયલટ અભિનંદનને મુક્ત કરી શકે છે પાકિસ્તાન, રાખી આ શરત!

પીએમ મોદી, શાહ મેહમૂદ કુરૈશી (ફાઇલ તસવીર)

શાહ મેહમૂદ કુરૈશીનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પાકિસ્તાને પોતાના સરહદી વિસ્તારમાં બે ભારતીય પ્લેનને તોડી પાડ્યાનો દાવો કર્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય એરફોર્સના પાયલટ અભિનંદનને મુક્ત કરવા માટે પાકિસ્તાન તૈયાર થઈ ગયું છે. જોકે, આ માટે પાકિસ્તાને ભારત સામે એક શરત રાખી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરૈશીએ પાકિસ્તાની મીડિયાને નિવેદન આપતા કહ્યું કે હાલત સામાન્ય થશે તો તેઓ ભારતીય પાયલટને મુક્ત કરવા અંગે વિચારી શકે છે. શાહ મેહમૂદ કુરૈશીનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પાકિસ્તાને પોતાના સરહદી વિસ્તારમાં બે ભારતીય પ્લેનને તોડી પાડ્યાનો દાવો કર્યો છે.

    નોંધનીય છે કે બુધવારે પાકિસ્તાનના વાયુસેનાના હુમલાનો જવાબ આપતી વખતે ભારતીય વાયુસેનાનું એક મિગ-21 ક્રેશ થઈને પાકિસ્તાનની સીમામાં પડ્યું હતું. આ વિમાનના પાયલટને પાકિસ્તાની સેનાએ પોતાની કસ્ટડીમાં લઈ લીધો હતો. પાકિસ્તાને પહેલા બે ભારતીય પાયલટની ધરપકડ કર્યાનો દાવો કર્યો હતો. જોકે, બાદમાં પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે એક જ ભારતીય પાયલટ તેના કબજામાં છે.

    આ પણ વાંચો : ઇમરાન ખાને કહ્યું 'યુદ્ધ થયું તો મારા અને નરેન્દ્ર મોદીના હાથમાં નહીં રહે કંટ્રોલ'

    બુધવારે પાકિસ્તાની એરફોર્સે ભારતીય સૈન્ય ચોકીઓને નિશાન બનાવતા ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી હતી. જેનો જવાબ આપતા ભારતીય એરફોર્સ તરફથી જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાનનું એક F-16 લડાકૂ વિમાન તોડી પાડ્યું હતું. જોકે, પાકિસ્તાને તેનું કોઈ વિમાન તૂટી ગયું હોવાનો ઇન્કાર કર્યો છે.

    આ પણ વાંચો : પૂર્વ-પશ્ચિમ કચ્છમાં હાઇએલર્ટ : સરહદે પાકિસ્તાની સૈન્યની હિલચાલ વધી
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Abhinandan, F-16, IAF, Mig-21, Pilot, પાકિસ્તાન, ભારત

    આગામી સમાચાર