પાકિસ્તાનમાં 5000 વર્ષ જૂના શિક્ષણનું કેન્દ્ર એવા શારદા પીઠ જઇ શકશે ભારતીયો

 • Share this:
  પાકિસ્તાને હિંદુઓના પવિત્ર ધર્મસ્થળ શારદા પીઠ પર કોરિડોર બનાવવાની મંજૂરી આપી દીધી છે. શારદા પીઠ મંદિર પાક અધિકૃત કાશ્મીર (POK)માં સ્થિત છે. આ કાશ્મીરના કુપવાડાથી લગભગ 22 કિલોમીટર દૂર છે. પાકિસ્તાન મીડિયા રિપોટર્સ મુજબ આ અંગે ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવી શકે છે. શારદા પીઠ હિંદુઓનું 5 હજાર વર્ષ જૂનું ધર્મસ્થળ છે. જેને મહારાજ અશોકે 237 ઇસા પૂર્વમાં બનડાવ્યું હતું.

  કાશ્મીરમાં રહેતા હિંદુ સમુદાય લાંબા સમયથી આ કોરિડોરને બનાવવાની માગ કરી રહ્યાં હતા. એટલું જ જમ્મુ કાશ્મીરના મુખ્ય રાજકીય પક્ષ PDP પણ તેને લઈને પોતાનો અવાજ ઉઠાવતા હતા. LoCથી આ પીઠની અંતર 10 કિલોમીટર છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહએ રાખી બાધા, 'રામમંદિર બંધાઈ પછી જ મીઠાઇ ખાઇશ'

  આવો છે ઇતિહાસ

  શ્રીનગરથી લગભગ 130 કિલોમીટર દૂર સ્થિત શારદા પીઠ દેવીની 18 શક્તિ પીઠમાંથી એક છે. હિંદુ માન્યતાઓ મુજબ અહીં દેવી સતીનો જમણો હાથ પડ્યો હતો. આ મંદિરને રૂષિ કશ્યપના નામે કશ્યપપુરના નામથી પણ ઓળખવામાં આવે છે. શારદા પીઠમાં દેવી સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. વૈદિક કાળમાં તેને શિક્ષાનું કેન્દ્ર પણ કહેવામાં આવતું હતું. માન્યતા છે કે રૂષિ પાણીનિએ અહીં પોતાના અષ્ટાધ્યાયીની રચના કરી હતી. આ શ્રી વિદ્યા સાધનાનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. શૈવ સંપ્રદાયની શરૂઆત કરનારા આદ્ય ગુરૂ શંકરાચાર્ય અને વૈષ્ણવ સંપ્રદાયના પ્રવર્તક રામાનુજાચાર્ય બંનેએ અહીં મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. શંકરાચાર્ય અહીં સર્વજ્ઞપીઠમ પર બેઠાં તો રામાનુજાચાર્યએ અહીં બ્રહ્મ સૂત્રો પર પોતાનું ભાષ્ય લખ્યું.

  1947માં ભારત અને પાકિસ્તાનના અલગ થયા બાદ હિન્દુ શ્રદ્ધાળુઓને મંદિરના દર્શનમાં મુશ્કેલી પડવા લાગી હતી. 2007માં કાશ્મીરી અધ્યેતા અને ભારતીય સંસ્કૃતિ સંબંધ પરિષદના વિસ્તારીય નિર્દેશક પ્રોફેસર અયાજ રસૂલ નજ્કીએ આ મંદિરે ગયા હતા. ત્યારબાદથી જ ભારતીય શ્રદ્ધાળુઓમાં મંદિરના દર્શને જવાની માગ ઉઠવા લાગી હતી. કાશ્મીરી પંડિતોને મંદિરના દર્શનની પરવાનગી અપાવવા માટે બનાવાયેલી કમિટિ શારદા બચાવોએ પણ આ માટે ભારત સરકારની સાથે સાથે પાકિસ્તાનના વડાપ્રધાનને પણ પત્ર લખ્યો હતો. જેમા શ્રદ્ધાળુઓને મુઝફ્ફરાબાદના રસ્તે મંદિરના દર્શનની પરવાનગી અંગેની માંગણી કરવામાં આવી છે.
  Published by:Sanjay Vaghela
  First published: