Home /News /national-international /

પાકિસ્તાનના રેલ મંત્રીનો દાવો : ઓક્ટોબર કે ત્યારબાદ ભારત સાથે યુદ્ધ થશે

પાકિસ્તાનના રેલ મંત્રીનો દાવો : ઓક્ટોબર કે ત્યારબાદ ભારત સાથે યુદ્ધ થશે

પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદ અહમદ (ફાઇલ તસવીર)

શેખ રશીદ અહમદએ ભવિષ્યવાણી કરી છે કે પાકિસ્તાન અને ભારતની વચ્ચે એક પૂર્ણ યુદ્ધ થશે

    પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારના એક મંત્રીએ દાવો કર્યો છે કે ભારત સાથે તેમનું યુદ્ધ થશે. મંત્રીએ ત્યાંથી ન રોકાયા, તેઓએ ત્યાં સુધી જણાવી દીધું કે યુદ્ધ ક્યારે શરૂ થશે.

    પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદ અહમદએ ભવિષ્યવાણી કરી છે કે પાકિસ્તાન અને ભારતની વચ્ચે એક પૂર્ણ યુદ્ધ થશે. તેમનો દાવો છે કે આ યુદ્ધ ઓક્ટોબર કે ત્યારબાદ થશે.

    સમાચાર એજન્સી ANI મુજબ, પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે શેખ રાશિદે આ નિવેદન આપ્યું છે.

    આ પણ વાંચો, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું- આપણે પાકિસ્તાનથી PoK પરત લેવું જોઈએ

    પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે...

    ઈસ્લામાબાદમાં કાશ્મીર પર આયોજિત એક સેમિનારામાં કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરીઓના અધિકારની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જશે. તેઓએ કહ્યું હતું કે, ભારતે કાશ્મીરથી ગેરકાયેદસર રીતે આર્ટિકલ 370 હટાવીને ત્યાં તણાવ ઊભો કરી દીધો છે. એવામાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે અને અમે તેના માટે તૈયાર છીએ.

    કુરૈશીએ એમ પણ કહ્યું હતું કે તેઓ આવતા મહિનો આ મુદ્દે સંયુક્ત મહાસભામાં પણ ઉઠાવશે. નોંધનીય છે કે અત્યાર સુધી પાકિસ્તાનને આર્ટિકલ 370ના મુદ્દે દરેક સ્થળેથી જાકારો મળ્યો છે. ત્યાં સુધી કે અમેરિકાએ પણ આ મુદ્દે ભારતનો સાથ આપ્યો છે.

    સઉદીના વલી સાથે ઈમરાને કરી હતી વાત

    પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક મહિનામાં બીજી વાર સઉદી અરબના વલી અહદ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર કાશ્મીર મુદ્દે વાત કરી. મીડિયામાં આવેલા અહેવાલોમાં આ જાણકારી આપવામાં આવી.

    આ પણ વાંચો, પાકિસ્તાને ભારતને ફરી ધમકી આપી : 'અમે યુદ્ધ માટે તૈયાર છીએ'

    ધ ન્યૂઝ ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, ખાને સોમવારે વલી અહદ સાથે વાત કરી અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લેવા તથા તેના બે કેન્દ્રશાસિત ક્ષેત્રોમાં વિભાજીત કરવાના ભારતના પગલાં બાદ ઘાટીમાં ઊભી થયેલી સ્થિતિ વિશે માહિતગાર કર્યા.

    નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સતત રઘવાયું થયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ધમકી આપતાં કહ્યું હતું કે પાકિસ્તાન યુદ્ધ માટે તૈયાર છે.

    આ પણ વાંચો, ખુશખબર! શતાબ્દી, ગતિમાન અને તેજસ એક્સપ્રેસના ભાડામાં મળશે 25% છૂટ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Imran Khan, Jammu and kashmir, નરેન્દ્ર મોદી, પાકિસ્તાન, ભારત, મોદી સરકાર, યુધ્ધ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन