ન્યૂઝ 18 ગુજરાતી : પાકિસ્તાને (Pakistan) સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવઅધિકાર પરિષદ (UNHRC) માં જમ્મુ-કાશ્મીર મુદ્દે (Jammu-Kashmir) 115 પેજના દસ્તાવેજોનું ડૉઝિયર રજૂ કર્યુ. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 નાબુદ કર્યા બાદ (Article-370) પાકિસ્તાનમાં રાજકીય ધમસાણ મચ્યું છે. આ મુદ્દે તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવઅધિકાર પરિષદમાં રાહુલ ગાંધી (Rahul Gandhi અને ઓમર અબ્દુલ્લા (Omar Abdullah)એ આપેલા નિવેદનોને ટાંકી કાશ્મીરમાં ભારત સરકાર દ્વારા અત્યારચાર કરવામાં આવી રહ્યો છે તે સંદર્ભે ફરિયાદ કરી છે. પાકિસ્તાનના ડૉઝિયરનો અહેવાલ મીડિયામાં લીક થઈ ગયો છે.
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ? રાહુલ ગાંધીએ કાશ્મીર મુદ્દે કહ્યું હતું કે જમ્મુ-કાશીરના નાગરિકોની સ્વતંત્રતા સમાપ્ત થયે આજે 20 દિવસ થઈ ગયા છે. વિપક્ષ અને મીડિયા આ ક્રૂર અત્યાચારને જોઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના નાગરિકો પર બર્બરતા વર્તવામાં આવી રહી છે.
ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું હતું? પાકિસ્તાને ઓમર અબ્દુલ્લાના એ નિવેદનને ટાંક્યુ છે જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાંથી આર્ટિકલ-370 નાબુદ કરવી એ એકતરફી નિર્ણય છે. આ નિર્ણય ગેરકાયદેસર છે. આ નિર્ણય બાદ એક મુશ્કેલ અને લાંબી લડાઈ સામે આવી છે, જેની સામે લડવા અમે તૈયાર છીએ.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશી(Shah Mehmood Qureshi)એ સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council)માં પત્રકારો સાથે વાતચીત દરમિયાન સ્વિકાર કર્યો છે કે કાશ્મીર (Kashmir)ભારતનો ભાગ છે. કુરૈશીએ પોતાનું નિવેદન કાશ્મીરને સંબોધિત કરતા ઇન્ડિયન સ્ટેટ જમ્મુ કાશ્મીર (Indian State Jammu-Kashmir) એટલે કે ભારતીય રાજ્ય જમ્મુ કાશ્મીર કહ્યું હતું. આ રીતે પાકિસ્તાને (Pakistan)એ વાત માની લીધી છે જેને દુનિયા લાંબા સમયથી જાણે છે અને માને છે.
કેવી રીતે કામ કરે છે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ
કુરૈશીએ પોતાનું નિવેદન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)માં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આપ્યું હતું. જેની બેઠક જિનેવામાં ચાલી રહી છે. આ સંસ્થામાં તે બધા દેશો ભાગ લેશે જે સંયુક્ત રાષ્ટ્ર(United Nations)ના સભ્ય છે. જોકે તેમાં નિર્ણય લેવાનો અધિકાર થોડાક જ દેશોનો છે. નિર્ણય લેવાની વ્યવસ્થામાં એક કાર્યકાળમાં 47 દેશોના પ્રતિનિધિ સામેલ હોય છે. એક દેશ સતત બે કાર્યકાળમાં સામેલ થઈ શકતો નથી. આ પ્રતિનિધિઓનો કાર્યકાળ બે વર્ષનો હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર