પાકિસ્તાનમાં સિદ્ધિવિનાયક મંદિરમાં તોડફોડ, વીડિયો વાયરલ થતાં વિસ્તારમાં આક્રોશ

ઘટના બાદ વિસ્તારની પોલીસે મંદિરની પાસે મોટાપાયે સુરક્ષા દળો તૈનાત કરી દીધા છે. (તસવીર- AP)

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગણેશ મંદિરમાં તોડફોડનો વીડિયો વાયરલ, ઈમરાન ખાન સરકારે ગંભીર નોંધ લેતા તપાસના આદેશ આપ્યા

 • Share this:
  ઈસ્લામાબાદ. પાકિસ્તાન (Pakistan)ના પંજાબ પ્રાંતમાં એક મંદિરમાં ઉપદ્રવીઓએ તોડફોડ કરી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ મુજબ, બુધવાર સાંજે પંજાબ પ્રાંતના સાદિકાબાદ જિલ્લાના ભોંગ શરીફ ગામના સિદ્ધિવિનાયક મંદિર (Siddhi Vinayak Temple)માં તોડફોડ કરવામાં આવી. આ ઘટના બાદ લોકોમાં આક્રોશ છે.

  મંદિરમાં થયેલી તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો લાઠી-ડંડા લઈને મંદિરમાં ઘૂસે છે અને મૂર્તિઓને તોડી રહ્યા છે. ઉપદ્રવીઓએ મંદિરના બીજી જગ્યાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે. ઘટના બાદ વિસ્તારની પોલીસે મંદિરની પાસે મોટાપાયે સુરક્ષાદળ તૈનાત કરી દીધું છે.

  આ પણ વાંચો, બ્રિટન: વર્ષોની મહેનત બાદ હિન્દુ અને શીખ સમુદાયને અસ્થિ વિસર્જન માટે મળ્યું યોગ્ય સ્થળ

  આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના સ્પેશલ આસિસ્ટન્ટ ડાયરેક્ટર શહબાજ ગિલે ટ્વીટ કરીને કહ્યું કે, ખુબ જ દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. વડાપ્રધાન કાર્યાલયે આ અપ્રિય ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને જિલ્લા પ્રશાસનને મામલાની તપાસ કરવા અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

  આ પણ વાંચો, Independence Day 2021: ભારતના પાડોશી દેશ ક્યારે ઊજવે છે સ્વતંત્રતા દિવસ?


  બીજી તરફ, ઈમરાન ખાનની પાર્ટીના હિન્દુ સાંસદ રમેશ વંકવાનીએ ભોંગ શરીફના ગણેશ મંદિરમાં થયેલી તોડફોડ અને હુમલાની ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી છે. તેમણે કહ્યું કે, દોષીઓની ધરપકડ કરી કડક સજા આપવી જોઈએ.
  Published by:Mrunal Bhojak
  First published: