પાકિસ્તાને જ સઈદ હાફિઝને આપ્યો મોટો ફટકો, ફંડિગ ઉઘરાવવા પર પ્રતિબંધ

  • Share this:
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તયૈબાનો આકા હાફીઝ સઈદના સંગઠન વિરૂદ્ધ ચેરિટી એકત્ર કરવા પર પાકિસ્તાને પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનના સિક્યોરિટીઝ એન્ડ એક્ચેંજ કમિશને હાફીઝના સંગઠન જમાત-ઉદ-દાવા પર ચેરિટી એકત્ર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જમાત-ઉદ-દાવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તયૈબાનો જ એક ભાગ છે. તેવામાં અમેરિકા અને ભારત દ્વારા વધારવામાં આવેલા દબાણને લઈને પાકિસ્તાન સરકારે આ નિર્ણય લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પાકિસ્તાનના જાણિતા સમાચાર પત્ર ‘ડૉન’ના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી જમાત-ઉદ-દાવા સહિત અનેક સંગઠનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેમના પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પ્રતિબંધ લગાવી દીધો હતો. કમિશન તરફથી જાહેર કરવામાં આવેલા જાહેરનામા અનુંસાર, સિક્યોરિટીઝ એન્ડ એક્ચેન્જ કમિશન ઓફ પાકિસ્તાન તમામ કંપનીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યું છે જેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્રારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ યાદીમાં જમાત-ઉદ-દાવા ઉપરાંત લશ્કર-એ-તયૈબાનું નામ પણ સામેલ છે. તે ઉપરાંત હાફિઝ સઈદના વધુ એક સંગઠન ફલાહ-એ-ઈંસાનિયત પર પણ ચેરિટી એકત્ર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાસબાન-એ-અહદે હદીસ અને પાસબાન-એ-કાશ્મીર જેવા સંગઠનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સિક્યોરિટીઝ એક્ચેન્જ તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત કંપનીઓને આર્થિક દંડ ફટકારવામાં આવશે.

આ પહેલા સોમવારે અમેરિકાના દબાણ બાદ પાકિસ્તાન સરકારે કહ્યું છે કે, તેઓ હાફિઝના સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશનને પોતાના નિયંત્રણમાં લેવાની છે. પાકિસ્તાની નાણા મંત્રાલયએ કાયદા મંત્રાલય અને બધા પાંચ પ્રદેશોની સરકારને આ વિશે વિસ્તૃતમાં યોજના બનાવવાનું કહેવામાં આવ્યું હતું.

અસલમાં ટ્રમ્પના એક ટ્વિટથી પાકિસ્તાનમાં ભૂચાલ આવી ગયો છે. ટ્રમ્પે લખ્યું, આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના નામ પર પાકિસ્તાન માત્ર અમેરિકાને અત્યાર સુધી મુર્ખ બનાવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાએ પાછલા 15 વર્ષોમાં પાકિસ્તાનને 33 અરબ ડોલરથી વધારેની મદદ કરી છે, પરંતુ તેને અમને જૂઠ-છળકપટ સિવાય કશું જ આપ્યું નથી. હવે પાકિસ્તાનને આતંકવાદ સામે લડવા માટે અમેરિકા તરફથી કોઈ જ આર્થિક મદદ મળશે નહી.
First published: