અમેરિકા પહોંચતા જ ઈમરાનના સૂર બદલાયા, કહ્યુ- અમે ભારત પર હુમલો ન કરી શકીએ

News18 Gujarati
Updated: September 25, 2019, 2:10 PM IST
અમેરિકા પહોંચતા જ ઈમરાનના સૂર બદલાયા, કહ્યુ- અમે ભારત પર હુમલો ન કરી શકીએ
ઈમરાન ખાન દરરોજ ભારત પર હુમલાની ધમકી આપતા રહેતા હતા, ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ વલણ બદલાયું

ઈમરાન ખાન દરરોજ ભારત પર હુમલાની ધમકી આપતા રહેતા હતા, ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ વલણ બદલાયું

  • Share this:
ન્યૂયૉર્ક : અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સાથેની મુલાકાત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ના સુર બદલાઈ ગયા છે. છેલ્લા થોડાક સમયથી ભારતને યુદ્ધની ધમકી આપનારા ઈમરાન ખાને હવે કહ્યું છે કે તેઓ ભારત પર હુમલો ન કરી શકીએ. તેઓએ આ નિવેદન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાતચીત બાદ આપ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના સંમલેનમાં ભાગ લેવા માટે ન્યૂયૉર્ક પહોંચેલા ઈમરાન ખાને કહ્યુ કે, અમે લોકો (પાકિસ્તાન) ભારત પર હુમલા ન કરી શકે. આ કોઈ વિકલ્પ નથી.

નોંધનીય છે કે, ગયા મહિને જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)થી આર્ટિકલ 370 (Article 370) હટાવ્યા બાદથી પાકિસ્તાન રઘવાયું થયું છે. ઈમરાન ખાન લગભગ દરરોજ દરેક મંચથી ભારત પર હુમલાની બોદી ધમકી આપતા રહેતા હતા. આ ઉપરાંત, તેમના મંત્રી પણ હંમેશા ભારત પર હુમલાની વાત કરતા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, અમેરિકમાં પીએમ મોદી અને ટ્રમ્પની વચ્ચેની નિકટતા જોયા બાદ ઈમરાન ખાનની અકલ ઠેકાણે આવી ગઈ છે.

ઈમરાન ખાને હાર સ્વીકારી

એવું લાગી રહ્યું છે કે, ઈમરાન ખાને હવે એવું સ્વીકારી લીધું છે કે કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનની સાથે નથી. મોટાભાગના દેશ ભારતની સાથે છે. અમેરિકામાં તેઓએ કહ્યુ કે, હું આંતરરાષ્ટ્રીય સમુદાયની નિરાશ છું. જો 80 લાખ યૂરોપીયન કે યહૂદી, ત્યાં સુધી કે 8 અમેરિકનોને પણ ઘેરાબંધીમાં રાખવામાં આવ્યા હોય તો પણ શું આ જ પ્રતિક્રિયા હશે? કદાચ નહીં. કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાની કોઈ વાત નથી કરી રહ્યા, પરંતુ અમે દબાણ લાવતા રહીશું.

પીએમ મોદી અને ટ્રમ્પની દોસ્તીપીએમ મોદીની સાથે દ્વિપક્ષીય બેઠક બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય પત્રકારોના સવાલોના જવાબ આપતાં કહ્યુ કે, અમે ટૂંક સમયમાં ભારતની સાથે ટ્રેડ ડીલ કરીશું. જ્યારે તેમને ભારતીય વડાપ્રધાન અને તેમની સાથે ટ્રમ્પની વ્યક્તિગત દોસ્તી વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યુ કે, તેઓ અને ભારતના લોકો મારી બાજુમાં બેઠેલા વ્યક્તિ (પીએમ મોદીને) બહુ જ પસંદ કરે છે.

આ પણ વાંચો,

PM મોદીને મળ્યો Global Goalkeeper Award, કહ્યુ- 130 કરોડ ભારતીયોનું સન્માન
PM મોદી-NSA ડોભાલ પર હુમલો કરવા આતંકવાદીની વિશેષ ટીમ તૈયાર કરી રહ્યું છે જૈશ
First published: September 25, 2019
વધુ વાંચો
अगली ख़बर