પાકિસ્તાને LoC પર 30 લૉન્ચ પૅડ તૈયાર કર્યા, ભારતમાં મોટું કાવતરું રચવાની તૈયારી

પાકિસ્તાનની ચાલ : 230થી 280 આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં

News18 Gujarati
Updated: September 12, 2019, 11:17 AM IST
પાકિસ્તાને LoC પર 30 લૉન્ચ પૅડ તૈયાર કર્યા, ભારતમાં મોટું કાવતરું રચવાની તૈયારી
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 12, 2019, 11:17 AM IST
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)થી આર્ટિકલ 370 (Article 370) હટાવ્યા બાદ પાકિસ્તાન (Pakistan)ની નારાજગી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે પાકિસ્તાન તમામ શક્ય પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને (Terrorist) ઘૂસણખોરી કરાવવા માટે ભારતીય સીમા (Border)ની પાસે અત્યાર સુધી 30 લૉન્ચ પૅડ તૈયાર કરી ચૂક્યું છે. પાકિસ્તાનનો ઉદ્દેશ્ય આ લૉન્ચ પૅડની મદદથી ગુરેજ, કરન અને ગુલમર્ગ સેક્ટરમાં આતંકીવાદીઓને ઘૂસણખોરીના પ્રયાસો વધુ સઘન કરવાનો છે.

સુરક્ષા એજન્સીઓને મળેલી જાણકારી મુજબ, પાકિસ્તાનની સેના અને આઈએસઆઈ (ISI) આ લૉન્ચ પૅડ દ્વારા આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યું છે. લશ્કર અને જૈશના આતંકવાદી સતત ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસમાં લાગેલા છે પરંતુ ભારતીય સુરક્ષા દળો તેમના બદઇરાદાને સફળ નથી થવા દેતા. પાકિસ્તાને ભારતમાં આતંક ફેલાવવા માટે અફઘાનિસ્તાનના આતંકવાદીઓને પણ એલઓસીની નજીક મોકલી આપ્યા છે. આ દળમાં 230-280 આતંકવાદીઓ સામે થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.આ પણ વાંચો, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરત લેવું મોદી સરકારનો આગામી એજન્ડા : જિતેન્દ્ર સિંહ

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં બુધવારે લશ્કરના ટોપ આતંકવાદી આસિફ મકબૂલ ભટને ઠાર માર્યો છે. માર્યા ગયેલા આતંકવાદી આસિફે જ થોડા દિવસો પહેલા સોપોરમાં ફળ વિક્રેતા પરિવાર પર ફાયરિંગ કર્યુ હતું, જેમાં પરિવારના ત્રણ સભ્ય ઘાયલ થયા હતા. ઘાયલોમાં આસમા જાન નામની એક 5 વર્ષની બાળકી પણ સામેલ હતી. સોપોરમાં શફી આલમ નામના પ્રવાસી મજૂર પર થયેલું ફાયરિંગ પણ તેણે જ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હજુ સુધી તે અસફળ રહ્યું છે. પરંતુ વારંવાર આંતરરાષ્ટ્રીય અખાડામાં પડછાટ ખાધા બાદ પણ પાકિસ્તાન પોતાના બદઇરાદાઓ છોડી નથી રહ્યું. UNHRCમાં ખોટો પ્રોપાગેન્ડા ફેલાવતાં પાકિસ્તાને કાશ્મીરને સૌથી મોટી જેલ અને માનવાધિકારનું કબ્રસ્તાન ગણાવ્યું. ત્યારબાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં પાકિસ્તાનની જમીન પર આતંકવાદીઓને આશ્રય આપનારો દેશ ગણાવ્યો.
Loading...

આ પણ વાંચો, કચરો વીણતી મહિલાઓ પાસેથી PM મોદી પૉલિથીનનું મૅનેજમેન્ટ શીખ્યા
First published: September 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...