આખા પાકિસ્તાનમાં અંધારું, લાહોર-કરાચી સહિત અનેક જિલ્લામાં અંધારપટ
લાહોર, કરાચી સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં બત્તી ગુલ
સવારથી જ ઈસ્લામાબાદ, લાહોર, કરાચી સહિત દેશના મોટા ભાગના ભાગોમાં લાઈટ જ નથી. ઉર્જા મંત્રાલયનું કહેવું છે કે આજે સવારે 7:34 વાગ્યે નેશનલ ગ્રીડની સિસ્ટમ ફ્રીક્વન્સી ડાઉન થઈ ગઈ હતી, જેના કારણે પાવર સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી.
ઈસ્લામાબાદ: આર્થિક સંકટના કારણે પાકિસ્તાનના લોકોને સોમવારે વધુ એક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. નેશનલ ગ્રીડની સિસ્ટમની ફ્રિકવન્સી ઓછી હોવાને કારણે પાકિસ્તાનના મોટા ભાગના વિસ્તારમાં વિજળી નથી. સવારથી જ ઈસ્લામાબાદ, લાહોર, કરાચી સહિત દેશના મોટા ભાગના ભાગોમાં લાઈટ જ નથી.
પ્રારંભિક અહેવાલો અનુસાર, ઉર્જા મંત્રાલયનું કહેવું છે કે આજે સવારે 7:34 વાગ્યે નેશનલ ગ્રીડની સિસ્ટમ ફ્રીક્વન્સી ડાઉન થઈ ગઈ હતી, જેના કારણે પાવર સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. ઉર્જા મંત્રાલયે કહ્યું કે સિસ્ટમને સુધારવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.
There are reports of multiple outages from different parts of the city. We are investigating the issue and will keep this space posted.
— Imran Rana, Spokesperson, K-Electric (@imranrana21) January 23, 2023
મીડિયા રિપોર્ટના અનુસાર, ક્વેટા ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીએ જણાવ્યું કે લાહોર, કરાચી સહિત દેશના 22 શહેરોમાં સવારથી વીજળી નથી. અહીં ગુડ્ડુ અને ક્વેટા વચ્ચેની બે સપ્લાય લાઈનમાં સમસ્યા છે. સિસ્ટમ સુધારવામાં 6થી 7 કલાકનો સમય લાગી શકે છે. કરાચીના 90 ટકા વિસ્તારોમાં વીજળી નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ પાકિસ્તાનમાં મોટો પાવર કટ થયો હતો. ત્યારબાદ કરાચી, લાહોર જેવા શહેરોમાં લગભગ 12 કલાક સુધી પાવર કટ રહ્યો હતો.
મંત્રાલયના જણાવ્યા અનુસાર સિસ્ટમ મેન્ટેનન્સનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ગ્રીડ સ્ટેશનોની સિસ્ટમ સુધારવાનું કામ વારસાકથી શરૂ કરવામાં આવ્યું છે. બલૂચિસ્તાનનાં 22 શહેર સવારથી વીજળી વગરનાં છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર