Pakistan Political Crisis: રશિયાએ કહ્યું - ઇમરાન ખાને મોસ્કોનો પ્રવાસ કર્યો, તેથી અમેરિકા આપી રહ્યું છે સજા
Pakistan Political Crisis: રશિયાએ કહ્યું - ઇમરાન ખાને મોસ્કોનો પ્રવાસ કર્યો, તેથી અમેરિકા આપી રહ્યું છે સજા
પાકિસ્તાનમાં (Pakistan)ચાલી રહેલી રાજનીતિક અસ્થિરતાનું ઠીકરું અમેરિકા પર ફોડતા રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે ઇમરાન ખાને રશિયાની યાત્રા કરી હતી. જેથી અમેરિકાએ તેમને સજા આપવાનો નિર્ણય કર્યો છે
Pakistan Political : રશિયાએ કહ્યું - અમેરિકા પોતાના સ્વાર્થ માટે બીજા સ્વતંત્ર દેશોના આંતરિક મામલામાં દખલ આપે છે
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં રાજનીતિક ઉથલપુથલમાં (Pakistan Political Crisis) હવે રશિયાની (Russia-Pakistan Relation)પણ એન્ટ્રી થઇ છે. ઇમરાન ખાનને (Imran Khan)પ્રધાનમંત્રીના પદ પરથી હટાવ્યા પછી રશિયાએ તેમના ઘા પર મરહમ લગાવવાનો પ્રયત્ન કર્યો છે. પાકિસ્તાનમાં (Pakistan)ચાલી રહેલી રાજનીતિક અસ્થિરતાનું ઠીકરું અમેરિકા પર ફોડતા રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે ઇમરાન ખાને રશિયાની યાત્રા કરી હતી. જેથી અમેરિકાએ તેમને સજા આપવાનો નિર્ણય કર્યો છે.
રશિયાના વિદેશ મંત્રાલયના આધિકારિક પ્રતિનિધિ મારિયા જખારોવાએ કહ્યું કે પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીનું ભંગ થવું અને ત્યાંની સરકારને પાડવાનું ષડયંત્રમાં અમેરિકાની દખલ શરમજનક છે. અમેરિકો પોતાના સ્વાર્થ માટે બીજા સ્વતંત્ર દેશોના આંતરિક મામલામાં દખલ આપે છે.
મારિયા જખારોવાએ કહ્યું કે ઇમરાન ખાનની નેશનલ એસેમ્બલીને ભંગ કરવાના ભલામણ પહેલા તેમણે પ્રધાનમંત્રીના રુપમાં રશિયાનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા પહેલા અમેરિકા અને તેના સહયોગી દેશોએ ઇમરાન પર પ્રવાસ રદ કરવા માટે ઘણું દબાણ કર્યું હતું. આ પછી કોઇ સંદેહ ના રહ્યો કે અમેરિકા ઇમરાન ખાનને તેમની વાત ના માનવાની સજા આપશે. પછી અચાનક ઇમરાન ખાનની પાર્ટીના ઘણા નેતા બળવાખોર બનીને વિપક્ષના પક્ષમાં ચાલ્યા ગયા હતાા અને બધા મળીને સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લઇને આવ્યા હતા.
રશિયાના વિદેશ મંત્રાલયના આધિકારિક પ્રતિનિધિ મારિયા જખારોવાએ કહ્યું કે આ વર્ષે 23-24 ફેબ્રુઆરીએ ઇમરાન ખાનની મોસ્કોની યાત્રાની જાહેરાત પછી અમેરિકા અને તેના પશ્ચિમી સહયોગીઓએ પ્રધાનમંત્રી પર ઘણું દબાણ કરવાનું શરુ કર્યું હતું. યાત્રાને રદ કરવા માટે એક અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું.
રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે આમ છતા તે અમારા ત્યાં આવ્યા હતા, ત્યારે અમેરિકી રાજનયિક ડોનાલ્ડ લૂ એ વોશિંગ્ટનમાં પાકિસ્તાની રાજદૂતને બોલાવ્યા હતા. તેમાં ઇમરાન ખાનની યાત્રા રદ કરાવવાની માંગણી કરી હતી. લૂ ની માંગણીને પણ ફગાવી દીધી હતી.
જખારોવાએ કહ્યું કે આ પ્રસ્તાવ પર 3 એપ્રિલે વોટિંગ પણ થવાની હતી. આ વાત એ સાબિત કરે છે કે અમેરિકાએ પાકિસ્તાનના આંતરિક મામલામાં દખલ દેવાનો શરમજનક પ્રયત્ન કર્યો છે.
આ પહેલા પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ આરોપ લગાવ્યો હતો કે વરિષ્ઠ અમેરિકી રાજનયિક ડોનાલ્ડ લૂ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેમની સરકાર પાડવાના વિદેશી ષડયંત્રમાં સામેલ હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર