Home /News /national-international /લો બોલો... પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પણ ‘આતંકી’ જાહેર! પોલીસે આતંકવાદી વિરોધી કલમ લગાવી

લો બોલો... પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પણ ‘આતંકી’ જાહેર! પોલીસે આતંકવાદી વિરોધી કલમ લગાવી

ફાઇલ તસવીર

Pakistan news: પાકિસ્તાન પોલીસે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના અંદાજે એક ડઝન નેતાઓ પર તોડફોડ, સુરક્ષાકર્મીઓ પર હુમલા કરવાને લઈને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે તત્કાલિન વડાપ્રધાન સામે ભ્રષ્ટાચાર મામલે સુનાવણી દરમિયાન અદાલતમાં પરિસર બહાર હોબાળો કરવામાં સામેલ થવાના આરોપસર આતંકવાદ વિરોધ કાયદાની અલગ અલગ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન પોલીસે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના અંદાજે એક ડઝન નેતાઓ પર તોડફોડ, સુરક્ષાકર્મીઓ પર હુમલા કરવાને લઈને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે તત્કાલિન વડાપ્રધાન સામે ભ્રષ્ટાચાર મામલે સુનાવણી દરમિયાન અદાલતમાં પરિસર બહાર હોબાળો કરવામાં સામેલ થવાના આરોપસર આતંકવાદ વિરોધ કાયદાની અલગ અલગ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાન તોશાખાના મામલે સુનાવણીમાં હાજર થવા માટે લાહોરથી ઇસ્લામાબાદ આવ્યા હતા અને તે દરમિયાન ઇસ્લામાબાદ ન્યાયાલય પરિસર બહાર તેમના સમર્થકો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

પીટીઆઈ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારે શનિવારે ઘર્ષણ દરમિયાન 25 સુરક્ષાકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ અવર જિલા તથા સત્ર ન્યાયાધીશ જફર ઇકબાલે સુનાવણી 30 માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી. જિયો ન્યૂઝના અહેવાલ પ્રમાણે, પીટીઆઈ કાર્યકર્તાઓ અને વાંછિત નેતાઓ સામે અરજી દાખલ કરવામાં આવી હતી. સમાચાર ચેનલે જણાવ્યુ હતુ કે, ઇસ્લામાબાદ પોલીસે ફાઇલ કરેલી અરજીમાં 17 પીટીઆઈ નેતાઓના નામ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કાર્યકર્તાઓએ પોલીસ ચોકી અને કોર્ટનો મુખ્ય ગેટ ધ્વસ્ત કરી દીધો હતો.

આ પણ વાંચોઃ 9 દિવસ બાદ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યાં, નવા 133 કેસ નોંધાયા

હિંસા-તોડફોડ કરવાના આરોપમાં 18 લોકોની અટકાયત


પોલીસના જણાવ્યા પ્રમાણે આગચંપી, પથ્થરબાજી અને કોર્ટની ઇમારતને નુકસાન પહોંચાડવાના આરોપસર 18 લોકોની અટકાયત કરવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે, ‘ઘર્ષણ દરમિયાન પોલીસે બે વાહન અને સાત મોટરસાયકલને સળગાવી દીધી હતી અને પોલીસ થાણા પ્રભારીનું સરકારી વાહનમાં પણ તોડફોડ કરી હતી.’ ઇમરાન ખાન કોર્ટમાં હાજર થવા માટે લાહોરથી ઇસ્લામાબાદ આવ્યા હતા. તેમની સાથે સમર્થકો પણ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.


પોલીસ પર ઇમરાનના ઘરમાં તોડફોડ-ચોરી કરવાનો આરોપ


પીટીઆી નેતા ફવાદ ચૌધરીએ રવિવારે કહ્યુ હતુ કે, પાર્ટી તે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કરાવશે જેણે ખાનના ઘરમાં ગેરકાયદેસર કાર્યવાહી અને હિંસામાં સામેલ છે. તેમણે ટ્વીટ કર્યુ હતુ કે, ‘આજે પાર્ટીની વિધિ ટીમની બેઠક બોલાવવામાં આવી છે. પોલીસે જે રીતે લાહોર ઉચ્ચ ન્યાયાલયના આદેશની અવગણના કરી અને ઇમરાન ખાનના ઘરમાં દાખલ થઈ હતી. તેમણે તમામ નિયમો તોડી નાંખ્યા હતા. ઘરમાંથી સામાનની ચોરી કરી હતી અને તેઓ જ્યુસના ડબ્બા લઈ ગયા હતા અને નિર્દોષ લોકોને હેરાન કરવામાં આવી હતી.’
First published:

Tags: Ex PM Imran Khan, Imran Khan, Pakistan news, Pakistan PM imran khan

विज्ञापन