બકરીનું 5 લોકોએ કર્યું અપહરણ, જંગલમાં લઈ જઈ કર્યો રેપ કર્યો, બાદમાં ગળુ ચીરી દીધુ

બકરી સાથે રેપ

બકરીને પશુ ચિકિત્સા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ બળાત્કારની પુષ્ટિ કરી હતી.

 • Share this:
  ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં એક બકરી સાથે કુકર્મનો મામલો સામે આવ્યો છે. પંજાબ પ્રાંતના ઓકારા શહેરમાં 5 લોકોએ એક બકરી પર બળાત્કાર ગુજાર્યો અને બાદમાં તેને તડપાવી-તડપાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો વડાપ્રધાન ઇમરાન ખાનને બળાત્કારની ઘટના પર તેમના નિવેદન માટે ટ્રોલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાને હાલમાં કહ્યું હતું કે, બળાત્કાર પાછળ ટૂંકા કપડાં પણ એક કારણ છે. સ્ત્રીઓના આવા કપડાં પુરુષોને આકર્ષે છે.

  આ પણ વાંચોકોઠામંગલમમાં એક યુવકે ઘરમાં ઘુસી મેડિકલ સ્ટુડન્ટની ગોળી મારી હત્યા કરી દીધી

  સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના 24 જુલાઈની છે. બકરીના માલિકે જણાવ્યું છે કે, તેણે 60 હજાર રૂપિયામાં બકરી ખરીદી હતી. ઘટનાના દિવસે ઘરની બહાર બકરી બાંધી હતી. આ દરમિયાન પાંચ લોકો તેને લઈ ગયા હતા. થોડા કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં બકરીનો મૃતદેહ મળ્યો હતો. તેનું ગળું ચીરાઈ ગયું હતું.

  આ પણ વાંચોCouple Goals: 43 વર્ષના પુરૂષ પર લટ્ટુ થઈ 21 વર્ષની છોકરી, મંગેતરની 20 વર્ષની પુત્રીને બતાવી બેસ્ટફ્રેન્ડ!

  માલિકના જણાવ્યા અનુસાર, બકરીને પશુ ચિકિત્સા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ બળાત્કારની પુષ્ટિ કરી હતી. ત્રણ આરોપીઓની ઓળખ નઈમ, નદીપ, રબ નવાઝ તરીકે થઈ છે. બે આરોપીઓની ઓળખ થઈ શકી નથી. હાલ તમામ આરોપીઓ ફરાર છે.

  પાકિસ્તાન પેનલ કોડની કલમ 377 અને 429 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરવાની કોશિશ કરી છે.
  Published by:kiran mehta
  First published: