Viral: પાકિસ્તાનની ધારાસભ્યનો બોયફ્રેન્ડ સાથેનો અશ્લીલ વિડીયો વાયરલ, જાણો સમગ્ર મામલો

સાનિયા આશિક પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ના સભ્ય છે અને પંજાબ પ્રાંતના તક્ષશિલા વિધાનસભા મતવિસ્તારના પ્રાંતીય સભ્ય (MPA) છે. (AP)

Pakistan MLA Sania Ashiq Vido Viral: સાનિયા આશિક પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ના સભ્ય છે અને પંજાબ પ્રાંતના તક્ષશિલા વિધાનસભા મતવિસ્તારના પ્રાંતીય સભ્ય (MPA) છે. સાનિયા આશિકનો તેના કથિત બોયફ્રેન્ડ સાથેનો અશ્લીલ વીડિયો (Objectionable Video) વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
    ઈસ્લામાબાદ. પાકિસ્તાન (Pakistan)માં સાયબર ક્રાઈમ (Cyber Crime)નો એક મામલો સામે આવ્યો છે. પંજાબ પ્રાંત (Punjab Province)ની એક મહિલા ધારાસભ્યનો તેના કથિત બોયફ્રેન્ડ સાથેનો અશ્લીલ વીડિયો (Objectionable Video) વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા નેતાનું નામ સાનિયા આશિક (Sania Ashiq) છે. સાનિયા આશિક પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ના સભ્ય છે અને પંજાબ પ્રાંતના તક્ષશિલા વિધાનસભા મતવિસ્તારના પ્રાંતીય સભ્ય (MPA) છે.

    સાનિયા આશિકે 26 ઓક્ટોબરે સરકાર અને કેન્દ્રીય તપાસ એજન્સી પાસે આ વીડિયો અંગે ફરિયાદ નોંધાવી હતી. લાંબી તપાસ બાદ પોલીસે વીડિયો લીક કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જો કે, એજન્સીએ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન જારી કર્યું નથી. સાનિયાને નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝની ખૂબ જ નજીક માનવામાં આવે છે. તે પાકિસ્તાન (Pakistan)ના પીએમ ઈમરાન ખાન (Imran Khan)ને અલગ-અલગ મુદ્દાઓ પર ઘેરતી આવી છે.

    શું છે સમગ્ર મામલો?

    26 ઓક્ટોબરે સાનિયા આશિકે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)માં એક ફરિયાદ નોંધાવી હતી. એ પછી તેની કોપી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી હતી. સાનિયાનો આરોપ છે કે સોશિયલ મીડિયા પર કેટલાંય દિવસોથી એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં દેખાતી મહિલા તેના જેવી જ દેખાય છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતી મહિલા સાનિયા આશિક છે. ધારાસભ્યએ આ અંગે ઈમરાન ખાનની કેન્દ્ર સરકારને પણ ફરિયાદ કરી હતી.

    આ પણ વાંચો: ડ્રગ્સ ક્વીન : યુવકોને પોતાના રૂપની જાળમાં ફસાવતી મોડલ, પછી ડ્રગ્સના ધંધામાં કરાવતી હતી એન્ટ્રી

    એજન્સીની તપાસ ચાલુ છે

    ફરિયાદ બાદ પંજાબ પ્રાંતની પોલીસ અને FIAએ તપાસ શરૂ કરી. આશરે ત્રણ સપ્તાહ સુધી ચાલેલી તપાસ બાદ FIAએ લાહોરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે પોલીસે તેની ઓળખ જાહેર કરી નથી. એ પણ જણાવવામાં આવ્યું નથી કે વીડિયોમાં દેખાતી મહિલા સાનિયા આશિક છે કે અન્ય કોઈ. માત્ર વ્યક્તિની ધરપકડની જાણકારી આપવામાં આવી છે.

    આ પણ વાંચો: Lal Salam: અભિનેત્રી, નેતા અને હવે ‘લેખિકા’ બન્યા સ્મૃતિ ઈરાની, ટૂંક સમયમાં પહેલું પુસ્તક રજૂ થશે

    સાનિયાએ શું કહ્યું?

    'પાકિસ્તાન ટુડે' અખબાર સાથેની વાતચીતમાં સાનિયાએ કહ્યું- 'કેટલાક લોકોએ મારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ ઉપરાંત મારા કેટલાંક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારથી મને ધમકીભર્યા ફોન કોલ્સ આવી રહ્યા છે.' આ અંગે એજન્સીએ કહ્યું- 'અમે નવી FIR નોંધી છે. સાનિયા આશિકને મળી રહેલી ધમકીઓ અને ઉત્પીડનના મામલામાં પણ તપાસ કરવામાં આવશે.’
    Published by:Nirali Dave
    First published: