Home /News /national-international /

Pakistan: પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના નામે પોતાના પ્રથમ સંબોધનમાં કાશ્મીરનો રાગ આલાપ્યો, જાણો શું કહ્યું

Pakistan: પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના નામે પોતાના પ્રથમ સંબોધનમાં કાશ્મીરનો રાગ આલાપ્યો, જાણો શું કહ્યું

આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા પછી દેશની નેશનલ એસેમ્બલીમાં પોતાના ઉદ્ઘાટન ભાષણમાં પણ શહબાઝ શરીફે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો

pakistan pm shahbaz sharif address to nation - શહબાઝ શરીફે કહ્યું- એશિયામાં શાંતિ પ્રસાર માટે 5 ઓગસ્ટ 2019ના એકતરફી અને અવૈધ નિર્ણયને રદ કરવાની ભારતની જવાબદારી છે. જેથી જમ્મુ કાશ્મીરના મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય

    ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે (shahbaz sharif)રાષ્ટ્રના નામે પોતાના પ્રથમ સંબોધનમાં ફરી એક વખત કાશ્મીરનો (kashmir issue)રાગ આલાપ્યો છે. તેમણે ભારતમાં જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir)આર્ટિકલ 370 (Article 370) બહાલ કરવાનું આહ્વાન કર્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું કે એશિયામાં શાંતિ માટે ભારતે જમ્મુ કાશ્મીરમાં 5 ઓગસ્ટ 2019ના પહેલાવાળી સ્થિતિને બહાલ કરવી જોઈએ અને આર્ટિકલ 370ને લઇને પોતાના નિર્ણય પલટાવી દેવો જોઈએ. જેથી જમ્મુ કાશ્મીરના મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય.

    ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે શહબાઝ શરીફે કહ્યું કે એશિયામાં શાંતિ પ્રસાર માટે 5 ઓગસ્ટ 2019ના એકતરફી અને અવૈધ નિર્ણયને રદ કરવાની ભારતની જવાબદારી છે. જેથી જમ્મુ કાશ્મીરના મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય. સમાચાર એજન્સી પીટીઆઈના મતે શહબાઝ શરીફે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે કેમ ઇચ્છીએ કે અમારી આવનારી પેઢીઓ ભોગવે. આવો સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો અને કાશ્મીરીઓની અપેક્ષાઓ પ્રમાણે મુદ્દાને ઉકેલીએ. જેથી સરહદની બન્ને તરફ ગરીબીની સમાપ્ત કરી શકીએ.

    આ પણ વાંચો -  જમ્મુ કાશ્મીરમાં સેના એક્શનમાં, 2 દિવસમાં 6 આતંકીઓને કર્યા ઠાર

    આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા પછી દેશની નેશનલ એસેમ્બલીમાં પોતાના ઉદ્ઘાટન ભાષણમાં પણ શહબાઝ શરીફે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતે 5 ઓગસ્ટ 2019ના રોજ સંવિધાનના આર્ટિકલ 370ને નિરસ્ત કરીને જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરી દીધો હતો. આ નિર્ણય પછી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધી ગયો હતો.

    આ પણ વાંચો - યાસીન મલિકની પત્ની એક સમયે ન્યૂડ પેઈન્ટિંગ્સ બનાવવા માટે હતી ફેમસ

    શહબાઝ શરીફે પોતાના સંબોધનમાં કહ્યું કે પાકિસ્તાનને દેવાળીયું થવાથી બચાવવા માટે ઇંધણની કિંમતોમાં વધારો કરવો તેમની સરકારની મજબૂરી હતી. પાકિસ્તાને 26 મે ના રોજ પેટ્રોલિયમ ઉત્પાદોની કિંમતોમાં 30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. દેશની ખરાબ અર્થવ્યવસ્થા માટે પ્રધાનમંત્રી શહબાઝ શરીફે પોતાની પહેલાની ઇમરાન સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું કે અમે લોકોની માંગણી પર એક ભ્રષ્ટ સરકાર બદલી છે. શહબાઝ શરીફે પોતાના સંબોધનમાં 28 અબજ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.

    કાશ્મીરની બદલાતી તસવીર: 370ની કલમ હટયા બાદ પ્રવાસીઓનો ધસારો

    370ની કલમ હટયા બાદ કાશ્મીરની તસવીર બદલાઈ છે. દેશમાં અનેક ભાગોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે કશ્મીર સહેલાણીઓથી ઉભરાયું છે. કાશ્મીરના રમણીય સ્થળો અને તેમાંય અહીંનું કુદરતી સૌંદર્ય ગણાતું દાલ સરોવરનો નજારો કંઈ ઔર જ છે. અત્યારે ફુલગુલાબી ઠંડીમાં કાશ્મીરના આહલાદક દ્રશ્યો પ્રવાસીઓ માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્થાનિક ટુરિસ્ટ ગાઈડ અસિફખાન જણાવે છે કે, 370ની કલમ હટયા બાદ કશ્મીરમાં પ્રવાસીઓનો ધસારો અનેક ગણો વધ્યો છે. પાછલા બે દિવસમાં જ શ્રીનગરમાં બહારથી આવેલા અઢીથી ત્રણ લાખ પ્રવાસીઓ અહીંના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Pakistan news, Pakistan PM

    આગામી સમાચાર