Home /News /national-international /"મે પાકિસ્તાનને કટોરો લઈને ભીખ માંગવા માટે મજબૂર કર્યું", PM મોદીનો વીડિયો શેર કરી વિપક્ષે PAK સરકારને ઘેરી
"મે પાકિસ્તાનને કટોરો લઈને ભીખ માંગવા માટે મજબૂર કર્યું", PM મોદીનો વીડિયો શેર કરી વિપક્ષે PAK સરકારને ઘેરી
'તમને સન્માન ન હોય તો શરમ આવે કરો'
Pakistan Shehbaz Sharif Govt: ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, વધુ લોન માંગવી તેમના માટે શરમજનક છે. લોન એ દેશ સામેના આર્થિક પડકારોનો ઉકેલ નથી કારણ કે જેની પાસેથી લેવી છે, તેણે પરત પણ કરવી પડશે.
નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વીડિયોને લઈને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં શાસક શહેબાઝ શરીફ સરકાર અને મુખ્ય વિપક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) વચ્ચે ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં પીએમ મોદીએ કહ્યું કે, તેમણે પાકિસ્તાનને કટોરો લઈને ભીખ માંગવા માટે મજબૂર કર્યું છે. આ વીડિયોના કારણે બંને પક્ષોએ એકબીજા સામે મોરચો ખોલી દીધો છે.
PTIના સાંસદ અને પાકિસ્તાનના પૂર્વ રેલ મંત્રી આઝમ ખાન સ્વાતિએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો શેર કરીને શહેબાઝ શરીફ પર કટાક્ષ કર્યો હતો. વીડિયોમાં પીએમ મોદી જનસભાને સંબોધિત કરતા કહી રહ્યા છે કે, 'અમે પાકિસ્તાનનો બધો ઘમંડ ઉતારી દીધો છે, મેં તેને વાટકી લઈને દુનિયામાં ફરવા મજબૂર કર્યા છે.
પાક સાંસદે પીએમ મોદીનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે, 'સાંભળો, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન વિશે શું કહી રહ્યા છે? ઇજ્જત ન હોય તો શરમ કરો. પાકિસ્તાનના લોકોઃ આથી, આ દેશને બચાવવાનો એકમાત્ર રસ્તો ઈમરાન ખાન છે.
જો કે, જે વીડિયો દ્વારા ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓ વડાપ્રધાન શહેબાઝ શરીફને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે વર્ષ 2019નો છે, જ્યારે ઈમરાન ખાન પોતે વડાપ્રધાન હતા અને તેમની પાર્ટી સત્તામાં હતી. વીડિયોની વાસ્તવિકતા સામે આવ્યા બાદ PTIને ખુદ તેના દેશના લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પત્રકાર નાયલા ઇનાયતે ટ્વિટ કર્યું કે, વીડિયોની સૌથી મજાની વાત એ છે કે, PTI તેને શેર કરી રહી છે અને વર્તમાન સરકારને પૂછે છે કે, મોદી તમારા વિશે શું કહે છે, જ્યારે આ વીડિયો એપ્રિલ 2019નો છે જ્યારે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર હતી.'
رجیم چینج کے سہولت کارو۔
سنو انڈیا کا مودی پاکستان کے بارے میں کیا کہہ رہا ہے؟ اگر غیرت نام کی کوئ چیز تم میں نہیں تو شرم تو کرو؟ پاکستان کے لوگو: اس لئے اپنے اس ملک کو بچانے کا واحد راستہ عمران خان کے سنگ حقیقی آزادی ہے. pic.twitter.com/yvRIsoTKPf
ઈમરાન ખાને અનેક વખત આર્થિક મોરચે નિષ્ફળ રહેવા બદલ શાસક સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. 11મી જાન્યુઆરીએ જ પાકિસ્તાનના હકાલપટ્ટી કરાયેલા વડાપ્રધાન ઈમરાન ખાને સત્તાધારી ગઠબંધનના નેતાઓ પર નિશાન સાધતા કહ્યું હતું કે, વડાપ્રધાન શહેબાઝ શરીફના નેતૃત્વમાં આ 'દેશદ્રોહી'ઓએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે અને હવે તેઓ દુનિયા પાસે ભીખ માંગી રહ્યા છે.
પાકિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત 9 જાન્યુઆરીએ જિનીવામાં દાતાઓની પરિષદમાં, આંતરરાષ્ટ્રીય સમુદાયે ગયા વર્ષના વિનાશક પૂર પછી દેશને આબોહવા-મૈત્રીપૂર્ણ રીતે પુનઃનિર્માણ કરવામાં મદદ કરવા માટે US $10 બિલિયનથી વધુનું વચન આપ્યું છે. ભંડોળ આપવાનું વચન આપ્યું છે, જે બાદ ઈમરાન ખાન તરફથી આ નિવેદન આવ્યું છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર