Bilawal Bhutto Zardari: બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto Zardar)એ કહ્યું, ગર્ભ નિરોધક (કોન્ડોમ) પર પણ ટેક્સ લગાવવામાં આવ્યો છે. ઇમરાન ખાન (Imran Khan) જેવા ખેલાડી પાસે આવી અપેક્ષા નહોતી. તેમણે કહ્યું, ઇમરાન ખાન પાકિસ્તાન માટે સૌથી મોટી ટ્રેજેડી છે.
ઇસ્લામાબાદ. પાકિસ્તાન (Pakistan)ના મુખ્ય વિપક્ષ દળ પીપીપી (Pakistan People’s Party)ના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી (Bilawal Bhutto Zardari)એ બુધવારે મિની બજેટ દરમિયાન સંસદમાં ઇમરાન ખાન સરકાર (Imran Khan) પર આકરો હુમલો કર્યા. બિલાવલે કહ્યું કે ઇમરાન ખાન સરકાર ‘ટેક્સની સુનામી’ લાવવા જઈ રહી છે. તેમણે ‘પ્લેબોય’ની ઇમેજ ધરાવતા પીએમ ઇમરાન ખાન ઉપર અંગત હુમલો કરતા કહ્યું કે પીટીઆઈ સરકારે કોન્ડોમ (higher taxes on condoms) પર પણ ટેક્સ લગાવી દીધો, જેની એક ‘ખેલાડી’ પાસેથી અપેક્ષા ન હતી.
બુધવારે નેશનલ એસમ્લીમાં નાણા બિલ, 2021 હેઠળ ઇમરાન ખાન સરકારે 144 વસ્તુઓ ઉપર 17 ટકાના દરે જીએસટી લગાવી દીધો. તેમાં ગર્ભ નિરોધક ગોળીઓ અને કોન્ડોમ પણ સામેલ છે. તેના પછી વિપક્ષે ભારે હંગામો કરી નાખ્યો. વિરોધ વચ્ચે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ઇમરાન ખાન ઉપર વ્યંગબાણ છોડ્યા. તેમણે કહ્યું, ઇમરાન ખાન પાકિસ્તાન માટે સૌથી મોટી ટ્રેજેડી છે.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું, ગર્ભ નિરોધક (કોન્ડોમ) ઉપર પણ ટેક્સ લગાવવામાં આવ્યો છે. હવે ઇમરાન જેવા ખેલાડી પાસે આ અપેક્ષા નહોતી કે તે ગર્ભ નિરોધક ઉપર ટેક્સ લગાવશે.’
તેમણે કહ્યું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારતમાં જે વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે, તેની આપણે ખાવા-પીવાની, શિક્ષણ કે રોજગારની વ્યવસ્થા નથી કરી શક્તા. આખી દુનિયામાં ગર્ભ નિરોધકને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને પાકિસ્તાન તેના પર ટેક્સ લગાવી રહ્યું છે. દેશમાં એચઆઈવી અને એડ્સનું સંકટ છે જેની આપણા મીડિયા અને દેશમાં ખબર નથી પડતી. પાકિસ્તાનના એક શહેરમાં તેના ઘણા કેસ સામે આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે, દેશના ઘણા ભાગોમાં આ ગંભીર સમસ્યા છે, તેમ છતાં કોન્ડોમ પર ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે અંગત જીવનમાં ઇમરાન ખાન વડાપ્રધાન બનતા પહેલા પોતાની ‘પ્લેબોય’ ઇમેજ માટે જાણીતા હતા. ઇમરાને સત્તાવાર રીતે ત્રણ લગ્નો કર્યા છે, પરંતુ તેના ઘણી મહિલાઓ સાથે સંબંધ રહ્યા છે. થોડા દિવસો પહેલા રેપના નિવેદન પર પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતેહે કહ્યું કે ‘પાકિસ્તાનના વડાપ્રધાનને મળો. દુનિયાભરની મહિલાઓ સાથે અગણિત જાતીય કૃત્યો કરનારા ઇમરાન ખાન વર્તમાનમાં પોતાની ત્રીજી પત્ની સાથે છે. તે પોતાના દેશવાસીઓને મહિલાઓના રેપથી બચાવ માટે બુરખાને પ્રોત્સાહન આપી રહ્યા છે.’
આ પહેલા પાકિસ્તાની ટીવી હોસ્ટ અલી સલીમ (બેગમ નવાજીશ)એ દાવો કર્યો હતો કે અમેરિકન મહિલા સિન્થિયા ડી રિચીએ એકવાર તેને કહ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેની (સિન્થિયા) સાથે સેક્સ કરવા ઈચ્છે છે. સિન્થિયા પોતાના અંગે પાકિસ્તાન પ્રેમી, એડવેન્ચરિસ્ટ, ફિલ્મ નિર્માતા હોવાનો દાવો કરે છે. તે લાંબા સમયથી ઈસ્લામાબાદમાં રહે છે. એવું માનવામાં આવે છે કે તેને ISIનું રક્ષણ મળેલું છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર