ઇસ્લામાબાદ : પાકિસ્તાનના (Pakistan)પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોરોના વાયરસથી (Imran khan Corona Positive) સંક્રમિત થયા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાઓ પર પ્રધાનમંત્રીના વિશેષ સહાયકે ટ્વિટ કરીને ઇમરાન ખાન કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. ઇમરાન ખાન હાલ હોમ આઇસોલેશનમાં છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોરોના વાયરસ સંક્રમિત થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોવિડ-19થી જલ્દી સ્વસ્થ થાય તેવી શુભકામના.
ઇમરાન ખાને બે દિવસ પહેલા જ કોરોનાથી બચવા માટે ચીનમાં બનાવેલી વેક્સીનનો ડોઝ લીધો હતો. 18 માર્ચે કોરોના વેક્સીન ડોઝ લીધા પછી ઇમરાન ખાને પાકિસ્તાનની જનતાને મહામારીના કેસમાં વધારો રોકવા માટે નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો છે.
Best wishes to Prime Minister @ImranKhanPTI for a speedy recovery from COVID-19.
બે દિવસ પહેલા પાકિસ્તાનના પીએમઓએ ટ્વિટ કર્યું હતું કે પ્રધાનમંત્રી ઇમરાન ખાને કોવિડ વેક્સીન લગાવી છે. આ પ્રસંગે તેમણે લોકોને મહામારીની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો.
પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 6 લાખ 56 હજાર કેસ નોંધાયા છે અને 13 હજાર 799 લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાનમાં હાલ 29 હજાર 576 એક્ટિવ કેસ છે. પાકિસ્તાનમાં શનિવારે આ વર્ષે એક દિવસમાં કોરાનાના સૌથી વધારે 3876 કેસ સામે આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર