પાકિસ્તાન નેશનલ ડે પર PM મોદીએ અમને શુભકામના પાઠવી: ઈમરાન ખાન

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને દાવો કર્યો છે કે, ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ તેમને શુભકામના પાઠવી

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને દાવો કર્યો છે કે, ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ તેમને શુભકામના પાઠવી

 • Share this:
  પાકિસ્તાનમાં 23 માર્ચે નેશનલ ડે મનાવવામાં આવે છે અને તેના એક દિવસ પહેલા શુક્રવારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને દાવો કર્યો છે કે, ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ તેમને શુભકામના પાઠવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ઈમરાન ખાને દાવો કર્યો કે, પાકિસ્તાનના નેશનલ ડે પર મોદીનો મેસેજ મળ્યો, તેમણે લખ્યું છે કે, હું પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની શુભકામના પાઠવું છુ. આ સમય છે કે, ઉપ-મહાદ્વીપના લોકો આતંક અને ભયમુક્ત થઈ સાથે મળી લોકતાંત્રિક, શાંતિપૂર્ણ, પ્રગતિ માટે કામ કરીએ.

  તમને જણાવી દઈએ કે, ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયોગમાં પાકિસ્તાન નેશનલ ડે સમારોહમાં કોઈ પણ અધિકારીક પ્રતિનિધિને નહી મોકલવાનો નિર્ણય લીધો છે. ભારત 23 માર્ચે આયોજીત થવા જઈ રહેલા પાકિસ્તાન નેશનલ ડેનો બહિષ્કાર કરી રહ્યું છે. પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતાઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા, જેના વિરોધમાં ભારતે આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે.  તમને જણાવી દઈએ કે, 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહિદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. ત્યારબાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને એર સ્ટ્રાઈક કરી હતી.
  Published by:kiran mehta
  First published: