આતંક સામે લડાઈ મુદ્દે ઈમરાન ખાન બોલ્યા, 'બીજાનું યુદ્ધ પાકિસ્તાન નહી લડે'

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કહ્યું કે, ભવિષ્યમાં પાકિસ્તાન બીજા દેશોની લડાઈ નહી લડે

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કહ્યું કે, ભવિષ્યમાં પાકિસ્તાન બીજા દેશોની લડાઈ નહી લડે

 • Share this:
  પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કહ્યું કે, ભવિષ્યમાં પાકિસ્તાન બીજા દેશોની લડાઈ નહી લડે. ઈમરાન ખાને આ વાત આર્મી હેડક્વાર્ટરમાં એક કાર્યક્રમ દરમ્યાન કહી. તેણે રાવલપિંડીમાં ગુરૂવારે આયોજિત થયેલા કાર્યક્રમમાં કહ્યું કે, તે શરૂથી જ યુદ્ધના વિરુદ્દમાં છે. તેમણે કહ્યું કે, તેમની સરકારની પોલિસી રાષ્ટ્રના સર્વોચ્ચ હીતમાં હશે. પાકિસ્તાનની આર્મ્ડ ફોર્સિસની આતંકવાદ વિરુદ્ધની લડાઈના વખાણ કરતા તેમણે કહ્યું કે, તેમની સરકાર આતંકવાદ વિરુદ્ધ લડાઈને ત્યાં સુધી ચાલુ રાખશે, જ્યાં સુધી તે પૂરી રીતે તાર્કિક છે.

  ઈમરાન ખાને કહ્યું કે, જે રીતે પાકિસ્તાનની સેનાએ આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડી તેવી અન્ય કોઈ દેશે નથી કર્યું. તેમણે કહ્યું કે, દેશને સુરક્ષિત રાખવા માટે સુરક્ષાદળ અને ગુપ્ત એજન્સિઓની ભૂમિકા અનોખી છે.

  ખાને કહ્યું કે, અમારી પર ખનીજોની સંપત્તિ છે. અલગ-અલગ ભૌગોલિક સ્થિતિ અને 4 ઋતુ છે, અને આપણે બસ ફક્ત ઈમાનદારીથી કામ કરવાની જરૂરત છે, જેથી દેશ મહાન બની શકે. ખાને કહ્યું કે, અમે માનવ સંશાધનમાં રોકાણ કરીશું. બાળકોને સ્કૂલ મોકલવા, હોસ્પિટલ તૈયાર કરવી અને મેરિટ સિસ્ટમ બનાવીને તમામ સાથે વ્યવહાર થાય, તે નિશ્ચિત કરીશું. તેમણે કહ્યું કે, આ બધુ મદીનાના પહેલા મુસ્લિમ રાજ્યના આધારે કરવામાં આવશે.

  પ્રશાસન અને સેના વચ્ચે વિભાજનની વાતને ફગાવતા પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું કે, બંને દેશની સામે આવનારા મુદ્દાઓ વિશે એક સમાન વિચાર રાખવાના છે. ખાને કહ્યું કે, સેના પાકિસ્તાનમાં એકમાત્ર કાર્યરત સંસ્થા છે, જ્યાં કોઈ રાજનૈતિક હસ્તક્ષેપ નથી અને બધુ જ યોગ્યતા પર ચાલે છે.
  Published by:kiran mehta
  First published: