ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને (Pakistan PM Imran khan)દેશના નામે સંબોધનમાં વિપક્ષી દળો પર પ્રહાર કર્યો છે. ઇમરાન ખાને કહ્યું કે વિપક્ષી દળો દેશના લોકતંત્રનું મજાક બનાવી રહ્યા છે. સીનેટની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર યુસુફ રઝા ગિલાનીએ ઘણા પૈસા વહેંચ્યા હતા. તમને જણાવી દઈએ કે દેશના વિત્ત મંત્રી અબ્દુલ હફીઝ શેખના પરાજય પછી ઇમરાને સંસદમાં શનિવારે વિશ્વાસમત લાવવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું કે તે વિપક્ષમાં બેસવા તૈયાર છે પણ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપશે નહીં.
ઇમરાન ખાને કહ્યું કે તેમનો વિચાર હતો કે મારી ઉપર નો કોન્ફિડેન્સની તલવાર લટકાવશે અને મને ખુરશી સાથે પ્રેમ છે તો હું તેમના બધા કેસ ખતમ કરી દઇશ. હું પોતે વિશ્વાસ લેવા જઈ રહ્યો છું. હું સંસદમાં બધાની સામે વિશ્વાસ માંગીશ. હું પોતાની પાર્ટીના લોકોને પણ કહું છું કે જો તમે મારી સાથે નથી તો તે તમારો હક છે. તમે સંસદમાં હાથ ઉઠાવીને કહી દો. કોઈ વાત નહીં હું વિપક્ષમાં ચાલ્યો જઇશ.
વિપક્ષના નેતાઓને પડકાર આપતા ઇમરાન ખાને કહ્યું કે હું વિધાનસભાથી વિશ્વાસ મત લેવા જઈ રહ્યો છું. વિપક્ષમાં બેસું કે વિધાનસભાની બહાર રહું. હું તમને (વિપક્ષી નેતાઓ) ત્યાં સુધી નહીં છોડું જ્યાં સુધી તમે આ દેશના પૈસા પાછા નહીં આપો. મારા જીવન પર કોઈ ફરક પડશે નહીં. જ્યાં સુધી હું જીવતો છું હું પોતાના દેશ માટે તેમનો મુકાબલો કરતો રહીશ.
ઇમરાને કહ્યું કે હું રાજનીતિમાં પૈસા કમાવવા આવ્યો નથી. મારી પાસે પહેલાથી જ એટલા પૈસા અને પ્રતિષ્ઠા હતી કે હું પોતાની આખી જિંદગી અમન ચેનથી પસાર કરી શકતો હતો. પણ મેં દેશ માટે રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો છે. હું કોઈ કિંમતે ભ્રષ્ટાચારીઓ સાથે સમજુતી કરીશ નહીં.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર