Home /News /national-international /

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કઇ વાત પર કરી ભારતની પ્રશંસા, કહ્યું- આપણે તો પાછળ રહી ગયા

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કઇ વાત પર કરી ભારતની પ્રશંસા, કહ્યું- આપણે તો પાછળ રહી ગયા

ઇમરાન ખાને લાહોરમાં સ્પેશ્યલ ટેકનોલોજી ઝોન ટેક્નોપોલિસનું ઉદ્ઘાટન કરતા આ વાત કહી

pakistan pm imran khan- ઇમરાન ખાને ભારતની (India) પ્રશંસા કરતા કહ્યું હતું કે પાકિસ્તાન પાછળ રહી ગયું અને ભારત પ્રગતિ કરતું ગયું

    લાહોર : પાકિસ્તાનના (pakistan) પ્રધાનમંત્રી (Prime minister)ઇમરાન ખાને (PM Imran Khan)ભારતની (India) પ્રશંસા કરતા કહ્યું હતું કે પાકિસ્તાન પાછળ રહી ગયું અને ભારત પ્રગતિ કરતું ગયું. ઇમરાન ખાને કહ્યું કે ભારતે આઈટી માર્કેટમાં (IT market) ઝડપથી પ્રગતિ કરી છે જ્યારે તે 15થી 20 વર્ષ પહેલા જ આ ક્ષેત્રમાં આવ્યું હતું. પાકિસ્તાન ભારતના મુકાબલે ઘણું પાછળ છે. તેમણે લાહોરમાં સ્પેશ્યલ ટેકનોલોજી ઝોન ટેક્નોપોલિસનું ઉદ્ઘાટન કરતા આ વાત કહી હતી.

    પીએમ ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન પોતાના ક્ષેત્રીય હરિફોથી ઘણું પાછળ રહી ગયું છે. તેમણે ખાસ રીતે ભારતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આઈટી ક્ષેત્રમાં ભારતે ફોક્સ કર્યું અને તે ઝડપથી પ્રગતિ કરીને આગળ વધી ગયું. બીબીસીના મતે તેમણે કહ્યું કે પાકિસ્તાન આટલા મહત્વપૂર્ણ ક્ષેત્ર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શક્યું નહીં. તેનું જ પરિણામ છે કે આપણે પાછળ રહી ગયા અને પાકિસ્તાનથી પાછળ રહેતા દેશ પણ તેના કરતા ઘણા આગળ નીકળી ગયા છે.

    આ પણ વાંચો - તમને કોણ બચાવશે, અલ્લાહ નાશ કરશે... ઓવૈસીની ધમકીથી હોબાળો, ભાજપે મહાદેવનું નામ લઈ કહ્યું આવું

    ઇમરાન ખાને કહ્યું કે ભારતનું આઈટી નિર્યાત 150 અબજ ડોલરનું થઇ ગયું છે જ્યારે પાકિસ્તાનનું ફક્ત બે અબજ ડોલર છે. ઇમરાને કહ્યું કે આપણી બદકિસ્મતી છે કે આપણે નિર્યાત વધારવા પર ધ્યાન આપ્યું નહીં. 1960માં રહેલી વૈશ્વિક ઇકોનોમી પ્રમાણે પાકિસ્તાનની જે સ્થિતિ હતી આજે તેની સરખામણીમાં આપણે પાછળ રહી ગયા છીએ. તે સમયે જે દેશ આપણાથી પાછળ હતા તે દેશ પાકિસ્તાન કરતા ઘણા આગળ નીકળી ગયા છે.

    આ પણ વાંચો - IT Raid: કાનપુરમાં 2 વેપારીઓ પર ઇન્કમટેક્સની રેડ, 160 કરોડ રૂપિયા મળ્યા, 24 કલાકથી મશીનથી પૈસા ગણી રહી છે ટીમ

    ઇમરાને કહ્યું કે પાકિસ્તાન માટે હજુ અનંત સંભાવનાઓ છે. હજુ પણ આ સેક્ટરમાં આગળ વધવાની તક છે. સરકાર પગલાં ભરી રહી છે કે આપણે આઈટી સેક્ટરનો ઝડપથી વિકાસ કરી શકે. ઇમરાને કહ્યું કે આપણે ઝડપથી આઈટી ક્રાંતિની દિશામાં આગળ જઈ શકીએ છીએ જે તરફ આ દુનિયા જઈ રહી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Imran Khan, પાકિસ્તાન

    આગામી સમાચાર