ઈમરાને PM મોદીને કહ્યું, 'એક તક આપો, જુબાન પર કાયમ રહીશ'

ઈમરાન ખાન અને નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાતે પુલવામા હુમલાના પુરાવા મળવા પર કાર્યવાહીનો ભરોસો જતાવ્યો

 • Share this:
  જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદથી ભારતે પાકિસ્તાનને ઘેરવા માટે અનેક પગલા ભર્યા છે, ત્યારબાદ પાકિસ્તાન હવે બેકફુટ પણ આવી ગયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે શાંતિને એક તક આપવાની વાત કહી અને વિશ્વાસ અપાવ્યો કે જો ભારત સરકાર પાકિસ્તાનને પુલવામા હુમલાના પુરાવા સોંપશે તો તેની પર તાત્કાલીક કાર્યવાહી કરશે.

  પાકિસ્તાનના PMO દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના વચન પર કાયમ છે અને જો ભારત કાર્યવાહી યોગ્ય ઇન્ટેલિજન્સ જાણકારી આપે છે તો અમે લોકો તાત્કાલીક કાર્યવાહી કરીશું.

  ઈમરાન ખાનની આ ટિપ્પણી રાજસ્થાનમાં પીએમ મોદીની એ રેલી બાદ આવી છે, જેમાં તેઓએ કહ્યું હતું કે, આતંકવાદની વિરુદ્ધ સમગ્ર દુનિયામાં સામાન્ય સહમતિ છે. આતંકવાદના દોષીઓને દંડિત કરવા માટે અમે મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ. આ વખતે હિસાબ થશે અને બરાબર થશે. આ બદલાયેલું ભારત છે, આ દુ:ખને સહન નહીં કરવામાં આવે. અમે જાણીએ છીએ કે આતંકવાદને કેવી રીતે કચડવાનું છે.

  પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ ઈમરાન ખાનને અભિનંદન આપવા માટે ફોન પર તેમની સાથે થયેલી પોતાની વાતચીતને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે મેં તેમને કહ્યું કે, આવો આ ગરીબી અને અશિક્ષા વિરુદ્ધ યુદ્ધ લડીએ. તેની પર ખાને કહ્યું હતું કે મોદીજી હું પઠાણનો દીકરો છું, સાચું બોલું છે, સાચું કરું છું. આજે તેમના શબ્દોને કસોટો પર તોલવાનો સમય છે.

  વાયદાઓ તોડવા પાકિસ્તાનની જૂની આદત
  ભારત સરકારનો આરોપ છે કે પાકિસ્તાને ક્યારેય પોતાના વાયદા પૂરી નથી કર્યા. મુંબઈ હુમલો હોય કે પઠાનકોટ આતંકી હુમલો, પાકા પુરાવા સોંપ્યા છતાંય પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરી. હાલમાં જ પુલવામા આતંકી હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને અમેરિકાન મદદ રોકવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પાકિસ્તાને અમેરિકાની સાથે વાયદો તોડ્યો, તેથી તેની મદદ અમે રોકી દીધી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડે કહ્યું કે પાકિસ્તાને અમેરિકન મદદનો ખોટો ફાયદો ઉઠાવ્યો. પાકિસ્તાને અમેરિકાને દગો કર્યો, તેના કારણે જ પાકિસ્તાનની 1.3 અરબ ડોલરની મદદ રોકવામાં આવી.

  (PM મોદીએ કુંભના સફાઇકર્મીના પગ ધોયા, જુઓ વીડિયો)
  Published by:Mrunal Bhojak
  First published: