કરતારપુરમાં સિદ્ધુએ કહ્યું: 'હિન્દુસ્તાન જીવે, પાકિસ્તાન જીવે..મારો યાર ઈમરાન જીવે'

News18 Gujarati
Updated: November 28, 2018, 5:25 PM IST
કરતારપુરમાં સિદ્ધુએ કહ્યું: 'હિન્દુસ્તાન જીવે, પાકિસ્તાન જીવે..મારો યાર ઈમરાન જીવે'
સિદ્ધુએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે ખૂબ લોહી વહી ચૂક્યું છે હવે ભાઈચારો વધારવાનો સમય છે.

ઈમરાને રાખી કરતારપુર કોરિડોરની આધારશિલા, સિદ્ધુએ કહ્યું- બહુ લોહી વહી ગયું, હવે વધે ભાઈચારો

  • Share this:
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબને ભારતના ગુરદાસપુર જિલ્લામાં સ્થિત ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડનારા કોરિડોરની આધારશિલા મૂકી. આ દરમિયાન ભારત તરફથી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, હરસિમરત કૌર અને નવજોત સિદ્ધુ હાજર રહ્યા હતા. આ અવસરે ઈમરાન ખાને કહ્યું કે, ભારત-પાકિસ્તાન બંને તરફથી ભૂલો થઈ છે. જ્યારે ફ્રાન્સ અને જર્મની સાથે છે તો આપણે કેમ નહીં? તેઓએ કહ્યું કે શું આપણે સાથે મળી આ મુદ્દો ઉકેલી ન શકીએ? કોઈ એવી વસ્તુ નથી જેનો ઉકેલ ન હોય. તેઓએ કહ્યું કે, ભારતની સાથે સારા સંબંધ ઈચ્છે છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે દોસ્તી જ એકમાત્ર રસ્તો છે.

આ અવસરે સિદ્ધુએ કહ્યું કે, હિન્દુસ્તાન જીવે, પાકિસ્તાન જીવે.. આ તમામ દુનિયા જીવે..સૂરજ ચાંદ તારા આ આખું આસમાન જીવે..મારો યાદ દિલદાર ઈમરાન જીવે... સિદ્ધુએ સાથોસાથ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે ખૂબ લોહી વહી ચૂક્યું છે હવે ભાઈચારો વધારવાનો સમય છે. બંને દેશ એકબીજાની સાથે જ આગળ વધી શકે છે.

સિદ્ધુએ વધુમાં કહ્યું કે, ગુરુનાનક દેવજીએ એકતાનો સંદેશ આપ્યો હતો. આપણે એક બીજાને જોવાનો દૃષ્ટિકોણ બદલવો પડશે. સિદ્ધુએ કહ્યું કે, કરતારપુર કોરિડોર બંને દેશોની વચ્ચે સંપર્ક વધારશે, જે સંપર્ક તૂટી ગયો હતો તે હવે ફરી જોડાઈ રહ્યો છે. જ્યારે પણ કરતારપુર કોરિડોરનો ઈતિહાસ લખવામાં આવશે તો ઈમરાન ખાનનું નામ પહેલા પાને લખવામાં આવશે. તેઓએ એમ પણ કહ્યું કે, ભાગલા દરમિયાન બે પંજાબ તૂટી ગયા હતા, આજે ઈમરાજ જેવી કોઈ ચાવી આવવી જોઈએ અને તેને જોડવી જોઈએ.

આ પણ વાંચો, કરતારપુર કોરિડોર માટે પાક મીડિયાએ સિદ્ધુને આપી ક્રેડિટ, સુષ્મા-હરસિમરતની કરી ટીકા

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ, રાવી નદીની પાર ડેરા બાબા નાનકથી લગભગ ચાર કિલોમીટર દૂર છે. આ કોરિડોર દ્વારા ભારતના શીખ શ્રદ્ધાળુઓને વિઝા વગર જ આવવા-જવાની સુવિધા મળી શકશે. આ પહેલા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મંગળવારે ભારત તરફથી કરતારપુર સાહિબ કોરિડોરના નિર્માણની આધારશિલા રાખી હતી.
First published: November 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading