Home /News /national-international /

Pakistan News: પાકિસ્તાનના PM ઇમરાન ખાને ભારતની કરી પ્રશંસા, કહ્યું- હિન્દુસ્તાનની વિદેશ નીતિને સલામ કરું છું

Pakistan News: પાકિસ્તાનના PM ઇમરાન ખાને ભારતની કરી પ્રશંસા, કહ્યું- હિન્દુસ્તાનની વિદેશ નીતિને સલામ કરું છું

પાકિસ્તાનના (Pakistan)પ્રધાનમંત્રી ઇમરાન ખાને (Imran khan) રવિવારે ભારત અને તેની વિદેશ નીતિની પ્રશંસા કરી છે

Political crisis in Pakistan: એક રેલીને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું કે હું આજે હિન્દુસ્તાનને દાદ આપું છું. તેણે હંમેશા એક સ્વતંત્ર વિદેશ નીતિ બનાવી રાખી છે

    ઇસ્લામાબાદ : પાકિસ્તાનના (Pakistan)પ્રધાનમંત્રી ઇમરાન ખાને (Imran khan) રવિવારે ભારત અને તેની વિદેશ નીતિની પ્રશંસા કરી છે. આ એવા સમયે થયું છે જ્યારે ઇમરાન ખાન સામે પાકિસ્તાની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે અને તેમની ખુરશી ખતરામાં પડી છે.

    મલકંદમાં એક રેલીને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું કે હું આજે હિન્દુસ્તાનને દાદ આપું છું. તેણે હંમેશા એક સ્વતંત્ર વિદેશ નીતિ બનાવી રાખી છે. ભારત, અમેરિકા સાથે ક્વોડ (QUAD)ગઠબંધનનું સભ્ય છે. જોકે છતા તે પોતાને ન્યૂટ્રલ કહે છે. ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે જે પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. આવું એટલા માટે કારણ કે ભારતની વિદેશ નીતિ પોતાના લોકો માટે છે.

    આ પહેલા જાન્યુઆરીમાં ઇમરાન ખાને સૂચના અને પ્રોદ્યોગિક ક્ષેત્રમાં તેજી માટે ભારતની પ્રશંસા કરી હતી. રોકાણને આકર્ષિત કરનાર નીતિઓ ની પ્રશંસા કરી હતી.

    પોતાની જ પાર્ટીના સાંસદો ઇમરાનની વિરુદ્ધ

    પાકિસ્તાનમાં વિપક્ષ તરફથી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જે 25 માર્ચે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં રજુ કરવામાં આવશે. માનવામાં આવે છે કે તેમની પાર્ટી PTI ના મોટી સંખ્યામાં સાંસદો પણ સરકારની વિરુદ્ધ મતદાન કરવાના છે.

    આ પણ વાંચો - 7 દિવસ પછી પૃથ્વીની ઘણો નજીકથી પસાર થશે વિશાળ ઉલ્કાપિંડ, વૈજ્ઞાનિકોની ચિંતા વધી

    એક સંબોધનમાં ઇમરાન ખાને કહ્યું કે તે અસંતુષ્ઠ સાસંદો માટે એક દયાળું પિતાના રુપમાં માફ કરવા માટે તૈયાર છે. પાર્ટીમાં પાછા આવે અથવા સામાજિક બહિષ્કારનો સામનો કરે.

    પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની ખુરશી ખતરામાં

    પાકિસ્તાન સરકારમાં સામેલ મુસ્લિમ લીગ કાયદના ચીફ ચૌધરી પરવેઝે (chaudhry pervaiz elahi)કહ્યું કે ઇમરાન ખાનની સરકાર થોડા દિવસોની મહેમાન છે. ચૌધરી પરવેઝ ઇલાહીએ કહ્યું કે હું માનું છું કે આ સમયે સરકારની જે હાલત છે તેમાં સરકાર 100 ટકા મુશ્કેલીમાં છે અને તેને બચાવવી ઘણી મુશ્કેલ જણાઇ રહી છે. જો ઇમરાન ખાન પોતે પોતાના સાંસદોને મનાવી લે તો પછી કેટલાક દિવસ માટે સરકાર બચી શકે છે. નહીંતર સરકાર પડવાનું નક્કી છે.

    ચૌધરી પરવેઝ ઇલાહીની પાકિસ્તાનના મોટા નેતાઓમાં ગણતરી થાય છે. તેમની પાર્ટીના પાંચ સાંસદોએ પાકિસ્તાન સરકારને પોતાનું સમર્થન આપીને રાખ્યું છે. પંજાબ પ્રાંતમાં હાલના સમયે ઇમરાન ખાનની પાર્ટીની સરકાર છે અને અહીં પણ પરવેઝ ઇલાહીના ધારાસભ્યોએ સરકારને પોતાનું સમર્થન આપી રાખ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રીની ખુરશી પણ ખતરામાં છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Imran Khan, Pakistan news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन