Exclusive: પાકિસ્તાનમાં સરકાર અને સેના વચ્ચેનો વિવાદ વકર્યો, PM ઇમરાન ખાનનું પત્તું કપાશે

સૂત્રોનું કહેવું છે કે સેના પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પદ પરથી હટાવવાની તૈયારી કરી રહી છે. (File pic)

સૂત્રોએ CNN-News18ને એ બે વિકલ્પો વિશે માહિતી આપી છે, જેમને ઇમરાન ખાન સામે રાખવામાં આવ્યા છે. તેમાંથી પહેલો વિકલ્પ એ છે કે ઇમરાન ખાન પોતે 20 નવેમ્બર પહેલાં રાજીનામું આપી દે અને બીજો વિકલ્પ એ છે કે સંસદમાં વિપક્ષ ઇન હાઉસ ફેરફાર કરે. આ બંનેમાં ઇમરાન ખાનનું પત્તું કપાઈ શકે છે.

  • Share this:
    નવી દિલ્હી. પાકિસ્તાન (Pakistan)માં સરકાર અને સેના વચ્ચે ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI)ના વડાની નિમણૂકને લઈને વિવાદ ઉગ્ર બની ગયો છે. હવે સૂત્રોનું એટલે સુધી કહેવું છે કે સેના પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ને પદ પરથી હટાવવાની તૈયારી કરી રહી છે. 20 નવેમ્બરે લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમ (Lieutenant General Nadeem Anjum) આઈએસઆઈના ડીજીનું પદ સંભાળવા જઈ રહ્યા છે. તેને લઈને ઇમરાન ખાન અને સેના પ્રમુખ કમર જાવેદ બાજવા (Qamar Javed Bajwa) વચ્ચેની તકરાર ચરમસીમાએ છે. બાજવા ઇચ્છે છે કે આઈએસઆઈ પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને પદ પર યથાવત રાખવામાં આવે.

    સૂત્રોએ CNN-News18ને એ બે વિકલ્પો વિશે માહિતી આપી છે, જેમને ઇમરાન ખાન સામે રાખવામાં આવ્યા છે. તેમાંથી પહેલો વિકલ્પ એ છે કે ઇમરાન ખાન પોતે 20 નવેમ્બર પહેલાં રાજીનામું આપી દે અને બીજો વિકલ્પ એ છે કે સંસદમાં વિપક્ષ ઇન હાઉસ ફેરફાર કરે. આ બંને વિકલ્પોમાં ઇમરાન ખાનનું પત્તું કપાશે એ નક્કી છે.

    સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, આવનારા સપ્તાહમાં પાકિસ્તાનની શાસક પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફનો સાથ તેની બે ગઠબંધન પાર્ટીઓ દલ મુતહિદા કૌમી મૂવમેન્ટ (એકક્યુએમ) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ છોડી શકે છે.

    આ પણ વાંચો: CM યોગી બોલ્યા- ‘ઝીણાનું સમર્થન કરનારા તાલિબાનના સમર્થક, વિપક્ષ પાસે નથી બીજો કોઈ મુદ્દો’

    એક રિપોર્ટ અનુસાર, પીટીઆઈના પરવેઝ ખટક (Pervez Khattak) અને પાકિસ્તાન મુસ્લિમ લીગના શહેબાઝ શરીફ (Shehbaz Sharif) સંભવિત વડાપ્રધાન પદ માટે પ્રમુખ નામો છે.

    પાકિસ્તાન સરકારે ગયા અઠવાડિયે જ તહરીક એ લબ્લેક પાકિસ્તાન (ટીએલપી)ના હજારો સમર્થકોને મુક્ત કર્યા હતા જેથી હિંસક પ્રદર્શનોને ખતમ કરી શકાય. આ સમૂહ પાકિસ્તાન સરકારનો વિરોધ કરી રહ્યું હતું. તેની માંગ હતી કે એપ્રિલમાં ધરપકડ કરાયેલા તેના નેતા સાદ રિઝવીને મુક્ત કરવામાં આવે.

    આ પણ વાંચો: મણિપુર: કર્નલની શહાદતનો બદલો લેવા સેનાએ બનાવી યોજના, ઉગ્રવાદીઓ સામે ઓપરેશન શરૂ

    ઓક્ટોબરમાં CNN-News18એ જણાવ્યું હતું કે ટીએલપી અને પાકિસ્તાનની ઇમરાન ખાનની સરકાર વચ્ચે સેના જ દબાણ પેદા કરી રહી છે. તેમનો હેતુ ઇમરાન ખાનને બેકફૂટ પર લાવવાનો હતો. સૂત્રોનું કહેવું છે કે આ બધું એટલા માટે થયું છે કેમકે સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવા સરકાર તરફથી લેફ્ટનન્ટ નદીમ અંજુમની નિમણૂકમાં વિલંબ અને તેમને આઈએસઆઈના ડીજી બનાવવાને લઈને નારાજ હતા.
    Published by:Nirali Dave
    First published: