પાકે તુર્કી સાથે વાત કરી, વિદેશ મંત્રીએ કહ્યું, હુમલા સ્થળે ઇન્ટ. મીડિયાને લઈ જઈશું

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ફાઇલ તસવીર

પુલવામા હુમલાનો બદલો લેવા ભારતે પાકિસ્તાનના આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ ઘટના બાદ પાકિસ્તાનમાં તમામ પાર્ટીઓનું સંસદમાં સત્ર બોલાવામાં આવ્યું છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામામાં સીઆરપીએફના જવાનોના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતે તેનો બદલો લઈ લીધો છે. ભારતે મંગળવારે પાકિસ્તાનના મુઝ્ઝફરપુર, બાલાકોટ અને અન્ય એક ઠેકાણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે.

  પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાન વિરુદ્ધ નારા લાગ્યા હતા. ઇમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી જેમાં તેમણે બાલાકોટમાં આ પ્રકારનો હુમલો થયો હોવાનું નકારી દીધું છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનની સેના અને પ્રજા કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહે.

  આ પણ વાંચો: સોગંધ મુઝે ઈસ મીટ્ટી કી, મેં દેશ નહીં ઝૂકને દુંગા, મેં દેશ નહીં રુકને દુંગા: PM મોદી

  આવતીકાલે પાકિસ્તાનમાં સંસદના સંયુક્ત સત્રને બોલાવામાં આવ્યું છે. આ સત્રમાં વિદેશ મંત્રી સદનને નેશનલ સિક્યોરિટી અને વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપશે.

  દરમિયાન પાકિસ્તાને તુર્કી સાથે ભારતના હુમલા અંગે ચર્ચા કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે અમે ઇન્ટરનેશનલ મીડિયાને હુમલાના સ્થળે લઈ જઈશું. હાલમાં વાતાવરણ યોગ્ય નથી તેથી હેલિકૉપ્ટર ઉડાણ ભરી શકે તેમ નથી. વાતાવરણ ઠીક થાય એટલે તુરંત જ અમે આંતરાષ્ટ્રીય મીડિયાને હુમલાના સ્થળે લઈ જઈશું.  આ પણ વાંચો: અમે ભારતને જવાબ આપીશું : પાકિસ્તાન વિદેશ મંત્રી

  પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફને એક ટ્વીટમાં જણાવ્યું છે કે વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનની સેના અને લોકોને તમામ પ્રકારની કાર્રવાઈ માટે તૈયાર રહેવાનું સૂચવ્યું છે.

  પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાનના નેજા હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલવાઈ હતી. આ બેઠકમાં તેમમે બાલાકોટ સ્ટ્રાઇકને નકારી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને સુરક્ષા અને આત્મરક્ષાનો અધિકાર છે. પાકિસ્તાન પોતાની નક્કી કરેલા સ્થળ અને જગ્યાએ બદલો લેશે.
  Published by:Jay Mishra
  First published: