ઈમરાને કેબિનેટ જાહેર કર્યું, ભારત પર પરમાણુ હુમલાની સલાહ આપનાર શિરીન પણ સામેલ

News18 Gujarati
Updated: August 19, 2018, 10:03 AM IST
ઈમરાને કેબિનેટ જાહેર કર્યું, ભારત પર પરમાણુ હુમલાની સલાહ આપનાર શિરીન પણ સામેલ
પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઈમરાન ખાને વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી સહિત 21 કેબિનેટ મંત્રીમંડળની જાહેરાત કરી છે. વર્ષ 2008માં મુંબઈ આતંકવાદી હુમલા દરમ્યાન પણ કુરેશી વિદેશ મંત્રી હતા.

પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઈમરાન ખાને વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી સહિત 21 કેબિનેટ મંત્રીમંડળની જાહેરાત કરી છે. વર્ષ 2008માં મુંબઈ આતંકવાદી હુમલા દરમ્યાન પણ કુરેશી વિદેશ મંત્રી હતા.

  • Share this:
પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઈમરાન ખાને વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી સહિત 21 કેબિનેટ મંત્રીમંડળની જાહેરાત કરી છે. વર્ષ 2008માં મુંબઈ આતંકવાદી હુમલા દરમ્યાન પણ કુરેશી વિદેશ મંત્રી હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પ્રવક્તા ફવાદ ચૌધરીએ કહ્યું કે, નક્કી કરવામાં આવેલા 21 નામોમાંથી 16 મંત્રી હશે, જ્યારે પાંચ અન્ય પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે પોતાની ડ્યૂટી કરશે. તેમણે જણાવ્યું કે, નવું મંત્રીમંડળ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લે તેવી સંભાવના છે.

ચૌધરી દ્વારા ટ્વીટર પર આપવામાં આવેલા લીસ્ટ અનુસાર, કુરેશીને વિદેશ મંત્રી, પરવેજ ખટ્ટકને રક્ષા મંત્રી અને અસદ ઉમેરને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. રાવલપિંડીના શેખ રાશિદને રેલવે મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રણ મહિલા શિરીન માજરી, જુબેદા જલાલ અને ફહમિદા મિર્ઝાને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. મંત્રીનું પદ રાખનારા પાંચ સલાહકારોમાં પૂર્વ બેંકર ઈશરત હુસેન, કારોબારી અબ્દુલ રજ્જાક દાઉદ અને બાબર આવાન જેવા પ્રતિષ્ઠિત ચહેરા સામેલ છે.

તમને જણાવી દઈએ કે, શિરીન માજરીએ વર્ષ 1999માં કારગિલ યુદ્ધ ખતમ થયા બાદ એક લેખમાં પાકિસ્તાનને સલાહ આપી હતી કે, તે ભારત પર પરમાણુ હુમલો કરી દે.

પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ પાર્ટીએ 25 જુલાઈના રોજ થયેલી ચૂંટણીમાં સૌથી વધારે બેઠક જીતી હતી. ઈમરાને પોતાના પ્રતિદ્વંદી પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાજ(પીએમએલ-એન)ના ઉમેદવાર શાહબાજ શરીફને હરાવી પ્રધાનમંત્રીની ખુર્શી સંભાળી છે.

નેશનલ એસેમ્બલીએ શુક્રવારે ઈમરાન ખાનને દેશના પ્રધાનમંત્રી પસંદ કર્યા હતા. આ દરમ્યાન ઈમરાનની પાર્ટીને 176 વોટ મળ્યા હતા, જ્યારે તેમના વિરોધી શાહબાજ શરીફની પાર્ટીને 96 વોટ મળ્યા હતા. પ્રધાનમંત્રી બન્યા બાદ ઈમરાન ખાને સંસદમાં પોતાના ભાષણમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનની ગતી વધારવાનો સંકલ્પ લીધો હતો. તેમણે કહ્યું કે, લોન લેવાને બદલે દેશમાં રાજસ્વ પેદા કરવા પર ધ્યાન આપવામાં આવશે.
First published: August 19, 2018, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading