ઈમરાન ખાને સ્વીકાર્યુ : ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાન હારી જશે

ઈમરાન ખાને સ્વીકાર્યુ : ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાન હારી જશે
ઇમરાન ખાન

ઈમરાન ખાને ફરી એકવાર ભારતની સાથે યુદ્ધની શક્યતા વ્યક્ત કરી છે

 • Share this:
  પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ ફરી એકવાર ભારતની સાથે યુદ્ધની શક્યતા વ્યક્ત કરી છે. તેઓએ કાશ્મીર મુદ્દા (Kashmir Issue)ને લઈને પરમાણુ યુદ્ધ થવાનો અણસાર પણ વ્યક્ત કર્યો છે.

  અલ જજીરા (Al zazeera)ને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને સાંકેતિક રીતે સ્વીકાર્યુ છે કે પાકિસ્તાન ભારત (India)ની સાથે એક પારંપરિક યુદ્ધ (Traditional War)માં હારી શકે છે અને આ મુદ્દે પરિણામ ભયાનક હોઈ શકે છે.  કાશ્મીર પર ભારતને પરમાણુ હુમલા (Nuclear War)ની ધમકી આપવા વિશેના એક સવાલ પર ઈમરાને ચેનલને કહ્યું કે, કોઈ ભ્રમ નથી. હું જે કહ્યું છું તે એ છે કે પાકિસ્તાન ક્યારેય પરમાણુ યુદ્ધ શરૂ નહીં કરે. હું શાંતિવાદી છું. હું યુદ્ધ વિરોધી છું. મારું માનવું છે કે યુદ્ધથી સમસ્યાઓનું સમાધાન નથી થતું. યુદ્ધના અનપેક્ષિત પરિણામ હોય છે.

  પારંપરિક યુદ્ધ પર બોલ્યા ઈમરાન ખાન

  ઈમરાન ખાને કહ્યું કે, હું એ વાતને લઈને સ્પષ્ટ છું કે જ્યારે બે ન્યૂક્લિયર દેશ એક પારંપરિક યુદ્ધ લડે છે તો તેના પરિણામ સ્વરૂપ ન્યૂક્લિયર યુદ્ધ થવાની શક્યતા છે. ઈશ્વર ન કરે, જો હું કહું કે પાકિસ્તાન પારંપરિક યુદ્ધમાં હાર રહ્યું હોય અને જો એક દેશ બે વિકલ્પોની વચ્ચે ફસાઈ ગયું છે, તમે આત્મસમર્પણ કરશો કે પોતાની સ્વતંત્રતા માટે છેલ્લા શ્વાસ સુધી લડશો. મને ખબર છે કે પાકિસ્તાન સ્વતંત્રતા માટે છેલ્લા શ્વાસ સુધી લડશે, જ્યારે એક ન્યૂક્લિયર દેશ છેલ્લા શ્વાસ સુધી લડે છે તો પરિણામ ભયાનક હોય છે.

  આ પણ વાંચો, ટ્રમ્પનો ઈમરાનને વધુ એક આંચકો, Howdy Modi કાર્યક્રમમાં થઈ શકે છે સામેલ

  ઈમરાને કહ્યું કે, આ જ કારણ છે કે અમે સંયુક્ત રાષ્ટ્રથી સંપર્ક કર્યો છે અને દરેક આંતરરાષ્ટ્રીય મંચ સાથે સંપર્ક કરી રહ્યા છીએ કે તેમણે તેની પર પગલાં લેવા જોઈએ. કારણે કે, કાશ્મીર એક સંભવિત ડિઝાસ્ટર છે જે ભારતીય ઉપમહાદ્વિપથી આગળ જશે.

  કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવા પર ઈમરાન ખાને કહ્યું કે, ભારતે કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો છે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યુ છે.

  ઈમરાને એમ પણ કહ્યું કે, જો કાશ્મીર મુદ્દાનું સમાધાન આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા નહીં કરવામાં આવે થો તે વૈશ્વિક વેપારને પ્રભાવિત કરી શકે છે. ઈમરાને ધ ન્યૂયોર્ક ટાઇમ્સ (The Newyork Times)માં પોતાના એક લેખમાં અને તે પહેલા પણ કાશ્મીર મુદ્દાને લઈ ભારતની સાથે પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી.

  આ પણ વાંચો, બાલાકોટનું સત્ય : આ 4 જૂઠાણાંથી દુનિયાને સામે પાકિસ્તાનનો ચહેરો છતો થયો
  Published by:News18 Gujarati
  First published:September 15, 2019, 13:21 pm

  ટૉપ ન્યૂઝ