Home /News /national-international /

અમેરિકા પર ગંભીર આરોપોથી લઇને ભારતના વખાણ સુધી, ઇમરાન ખાનના સંબોધનની મહત્વની વાતો

અમેરિકા પર ગંભીર આરોપોથી લઇને ભારતના વખાણ સુધી, ઇમરાન ખાનના સંબોધનની મહત્વની વાતો

ઇમરાન ખાન, પાકિસ્તાનનાં વડાપ્રધાન

પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)માં હાલ રાજકીય ઘમાસાણ ચાલું છે. ત્યારે પાકિસ્તાનના રાજકીય (Pakistan Politics) ઉથલપાથલમાં આજે અંતિમ પરિણામ આવવાનું છે. ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે નિર્ણય લેવાશે. તે વાત પણ સ્પષ્ટ થશે કે દેશની સત્તા કોના હાથમાં જશે.

વધુ જુઓ ...
  પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)માં હાલ રાજકીય ઘમાસાણ ચાલું છે. ત્યારે પાકિસ્તાનના રાજકીય (Pakistan Politics) ઉથલપાથલમાં આજે અંતિમ પરિણામ આવવાનું છે. ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે નિર્ણય લેવાશે. તે વાત પણ સ્પષ્ટ થશે કે દેશની સત્તા કોના હાથમાં જશે. આ પહેલા ઇમરાન ખાને (Imran Khan) શુક્રવારે દેશના નામે સંબોધન કરતા કહ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નિરાશ છે. તો ચાલો જાણીએ ઇમરાનના સંબોધનની 10 મહત્વની વાતો.

  સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નિરાશ

  ઈમરાન ખાને કહ્યું, મને અફસોસ છે કે હું કોર્ટના નિર્ણયને સ્વીકારું છું. પરંતુ ડેપ્યુટી સ્પીકર દ્વારા લેવામાં આવેલ નિર્ણય કલમ 5 હેઠળ હતો. એટલે કે બહારના દેશે ષડયંત્ર રચીને સરકારને તોડવાનો પ્રયાસ કર્યો હતો. હું ઇચ્છતો હતો કે આટલા મોટા આરોપો પર તપાસ કરવામાં આવે. પરંતુ આ વાત મુદ્દે કોઇ જ વાત ન થઇ. એવામાં મને ખૂબ દુઃખ થયું.

  સત્તા વધુ નીચે પટકાઇ રહી છે

  ઇમરાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સરાજાહેર હોર્સ ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે. સાંસદોને ઘેટા-બકરાંની જેમ ખરીદી હોટલમાં બંધ કરવામાં આવી રહ્યા છે. આશા હતી કે સુપ્રીમ કોર્ટ તેની નોંધ લેશે. જો આપણા યુવાનોને માર્ગદર્શન નહીં મળે, તેમના વિચારો આગળ નહીં મૂકવામાં આવે, તેઓ વિચારશે કે પ્રતિનિધિઓને ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે, તેઓ શું વિચારશે. સત્તા હવે વધારે નીચે પટકાઇ રહી છે.

  પાકિસ્તાન જેવું કોઇ દેશમાં નથી થતું

  ઇમરાને કહ્યું, હું સામાન્ય પાકિસ્તાનીની જેમ વાત કરું છું, આ દેશને આગળ લઇ જવાનો છે અને તેના માટે અમે મહેનત કરી રહ્યા છીએ. પરંતુ આવી ઘટનાઓથી મહેનત પર પાણી ફરે છે. મેં ક્યારેય આવી સ્થિતિ કોઇ અન્ય દેશમાં નથી જોઇ. ત્યાં કોઇને ખરીદવામાં નથી આવતા. કારણ કે જનતા તેનો વિરોધ કરે છે.

  અમેરિકાને સમસમતો જવાબ- અમે કોઇ ટીશ્યૂ પેપર નથી

  મારી લોકોને અપીલ છે તેઓ આવા ષડ઼યંત્રનો વિરોધ કરે. અમે અમેરિકાના રાજદૂત હતા, તેમણે અમેરિકાના અધિકારી સાથે વાત કરી હતી. અમેરિકી અધિકારીએ કહ્યું કે ઈમરાન ખાને રશિયા નહોતું જવું જોઈતું. ઈમરાને કહ્યુ કે તે સમયે પાકિસ્તાનમાં તેમની સરકાર વિરુદ્ધ કંઈ પણ ચાલી રહ્યુ નહોતું. અમેરિકી અધિકારીએ કહ્યું, જો ઈમરાન ખાન આ બધાથી બચી જાય છે, તો પાકિસ્તાનને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને જો ઈમરાન હારશે તો પાકિસ્તાનને માફ કરી દેવામાં આવશે. ઇમરાને કહ્યું કે, આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવું પાકિસ્તાન જોઇએ છે. ઇમરાન ખાન એન્ટી અમેરિકા નથી. પરંતુ આપણે કોઇ ટીશ્યૂ પેપર નથી, જેને તમે વાપરીને ફેંકી દો.

  બહારથી આદેશો આવી રહ્યા છે

  ઇમરાને કહ્યું કે, આ આપણા 22 કરોડ લોકોનું અપમાન છે. તે આદેશો આપી રહ્યું છે કે જો પીએમ બચી ગયા તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડેશે. જો આપણે આવું જ જીવન જીવવું છે તો આઝાદ શા માટે થયા હતાં. બહારથી આદેશો આવી રહ્યા છે. ત્યાર બાદથી અમારા સાંસદ વિપક્ષની પાસે જવા લાગે છે.

  મીડિયાને ખરીદવામાં આવ્યું

  મીડિયાની અંદર પણ પૈસાથી કામ ચાલી રહ્યા છે. મીડિયાને પણ શરમ ન આવી કે એક વ્યક્તિ પાર્ટીની ટિકીટ પર જીત્યો છે, તેને ખરીદવામાં આવી રહ્યો છે. તે વિપક્ષમાં જઇ રહ્યો છે અને મીડિયા જશ્ન મનાવી રહ્યું છે. આ સમગ્ર પ્લાનિંગ હતું.

  કોઇ મહાશક્તિ ભારત માટે શરતો નક્કી નથી કરતી

  પોતાના સંબોધનમાં ભારતના વખાણ કરતા ઇમરાને કહ્યું કે, હિંદુસ્તાન પાકિસ્તાનની સાથે આઝાદ થયું હતું. હું ખૂબ સારી રીતે જાણું છું. ક્રિકેટના કારણે મને ત્યાંથી ઘણો પ્રેમ અને ઇજ્જત મળી છે. ભારતીયો ખુદ્દાર છે. હું નિરાશ છું કે અમારી વચ્ચેના સંબંધો માત્ર આરએસએસની વિચારધારા અને ભારત સરકારે કાશ્મીર સાથે જે કર્યું છે તેના કારણે સારા નથી. ભારત સાથે મારી કોઈ દુશ્મની નથી. પરંતુ આજે કોઈ મહાસત્તા ભારત માટે શરતો નક્કી કરી શકે તેમ નથી. કોઈએ ક્યારેય પણ આવો આદેશ આપવાની જરૂર નથી કે તમારે કયા દેશ સાથે શું કરવાનું છે. આજે ભારત તમામ પ્રતિબંધો છતાં રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ભારતના લોકો માટે સારું છે. મારે કોઈની સાથે લડાઈ નથી. હું એ પણ ઇચ્છું છું કે આપણે નક્કી કરીએ કે આપણા લોકો માટે શું સારું છે.

  લોકતંત્રની રક્ષક છે જનતા

  ઈમરાન ખાને કહ્યું, સેના નહીં લોકો લોકતંત્રની રક્ષા કરી શકે છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, આવો અને જનતાની સામે આવીને ચૂંટણીની જાહેરાત કરો. ભ્રષ્ટાચારથી ખદબદતો વિપક્ષ મને સત્તાની બહાર જોવા માગે છે, જેથી તેમની સામેના કેસોને દબાવી શકાય. હું સંઘર્ષ માટે તૈયાર છું.

  જનતા આઝાદી-લોકતંત્ર માટે આવે બહાર

  હું 22 વર્ષથી સંઘર્ષ કરી રહ્યો છું. હું આગળ પણ તૈયાર છું. પરંતુ હવે જનતાએ બહાર નીકળવું પડશે. હું સંઘર્ષ માટે તૈયાર છું. તમારે શાંતિથી પ્રદર્શન કરવું પડશે. તમારે તમારા ભવિષ્ય, સ્વતંત્રતા અને લોકશાહી માટે બહાર આવવું પડશે. તમારે તમારા બંધારણને બચાવવા માટે પ્રદર્શન કરવું પડશે.

  આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ

  સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાનની સંસદ ફરી એકવાર પુન: સ્થાપિત થઇ ગઇ છે. ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે. વિપક્ષ ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યું હતું. નેશનલ એસેમ્બલીના સ્પીકરે તેને નકારી કાઢી હતી. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી દીધી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને મોટો ઝટકો આપતા ડે.સ્પીકરના નિર્ણયને રદ્દ કરી દીધો. સાથે જ 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરવાનો આદેશ આપ્યો છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Imran Khan, અમેરિકા, પાકિસ્તાન, ભારત, રાજકારણ

  આગામી સમાચાર