પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ઇમરાન ખાને જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તંગ સ્થિતિનું નિર્માણ થયું છે. સાથે જ તેણે કહ્યું કે યુદ્ધ શરૂ કરવું સરળ છે પરંતુ તેને રોકવું ખૂબ જ મુશ્કેલ છે. ઇમરાન ખાતે અમેરિકા, રશિયા અને હિટલરના યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેણે કહ્યું કે આપણે સાથી બેસીને વિવાદોનો ઉકેલ લાવવો જોઇએ.
ઇમરાન ખાને કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમલામાં અમે હિન્દુસ્તાનને ખુલ્લી ઓફર કરી હતી કે તેઓ કોઇપણ પ્રકારની તપાસ કરવા ઇચ્છે તો કરી શકે છે. પાકિસ્તાનમાં છેલ્લા 10 વર્ષમાં 70 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, આથી અમે ભારતનું દુઃખ સમજીએ છીએ.
ઇમરાને કહ્યું કે હું ભારતને કહેવા માગું છું કે જેટલા પણ યુદ્ધ થયા તેમાં ભૂલો થઇ, કોઇએ પણ એ નહોતું વિચાર્યું કે યુદ્ધ જે શરૂ થાય છે તે પૂર્ણ ક્યારે થશે. વર્લ્ડ વોર સહિત અનેક યુદ્ધમાં શરૂઆત ઝડપથી થઇ પરંતુ તેનો અંત આવતા આવતાં વર્ષો લાગી ગયા હતા. આથી હજી પણ હું ભારતને દાવત આપું છું અને સાથે બેસીને પોતાના વિવાદો ઉકેલવા જોઇએ.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર