Home /News /national-international /

USમાં PM મોદીના કાર્યક્રમને નિશાન બનાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

USમાં PM મોદીના કાર્યક્રમને નિશાન બનાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

પાકિસ્તાને બ્રિટનથી લઈ અમેરિકા સુધી પોતાના સમર્થકોને એક્ટિવ કરી દીધા છે

પાકિસ્તાને બ્રિટનથી લઈ અમેરિકા સુધી પોતાના સમર્થકોને એક્ટિવ કરી દીધા છે

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે. લગભગ 5000 ભારતીય-અમેરિકનોની હાજરીમાં થનારા આ કાર્યક્રમની તૈયારીઓને જોઈ પાકિસ્તાન અકળાયું છે. એવામાં પાકિસ્તાન પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન મોટા વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યું છે.

  પાકિસ્તાને બ્રિટનથી લઈ અમેરિકા સુધી પોતાના સમર્થકોને એક્ટિવ કરી દીધા છે. પ્લાન અનુસાર, 22 સપ્ટેમ્બરે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હ્યૂસ્ટનના મંચને સંબોધશે તો બહાર પાકિસ્તાની વિરોધ કરી રહ્યા હશે.

  ઈમરાન ખાને પોતાના સલાહકારને સોંપી જવાબદારી
  22 સપ્ટેમ્બરના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે, ત્યારે પાકિસ્તાની ન્યૂયોર્કમાં પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને આ કાર્યક્રમ માટે પોતાના સલાહકાર જુલ્ફી બુખારીને જવાબદારી સોંપી છે. આ કામ માટે પાકિસ્તાન પીએમ ઈમરાને 22 સપ્ટેમ્બર પહેલા બુખારીને અમેરિકા મોકલી દીધા છે.

  કામને અંજામ આપવાની તૈયારીમાં લાગ્યું પાકિસ્તાન
  સૂત્રોનુ માનીએ તો, ઝુલ્ફી બુખારીએ પોતાના કામને અંજામ આપવાની શરૂઆત કરી દીધી છે. તેના માટે બુખારી પાકિસ્તાની ગ્લોબલ ફાઉન્ડેશનના ચીફ અને ખાલિસ્તાન સમર્થકો સાથે મુલાકાત કરી રહ્યા છે. આ સંગઠનો દ્વારા પાકિસ્તાન પીએમ મોદીના કાર્યક્રમ પર વિરોધ પ્રદર્શન કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પીટીઆઈના નેતા બેરિસ્ટર સુલ્તાન મહમૂદ ચૌધરી પણ આ યોજનાને અંજામ આપવા માટે બ્રિટનના મેનચેસ્ટરમાં પહોંચી ચુક્યા છે.

  અકળાયું છે પાકિસ્તાન
  ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં કલમ 370ની મોટાભાગની જોગવાઈએ હટાવ્યા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર આ નિર્ણયને ઉઠાવવાની કોશિસ કરી રહ્યું છે પરંતુ દરેક જગ્યાએ તેને નિષ્ફળતા મળી રહી છે. એવામાં તે ભારતને વારંવાર પરેશાન કરવાની કોશિસ કરી રહ્યું છે.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन